કોંગ્રેસે નવા ગૃહમંત્રીને ફેંક્યો પડકાર – હિંમત હોય તો…

રાજકિય નિરીક્ષકોના મતે લાભ ખાતર કોંગ્રેસ કરે છે આવા દાવા…

ગુજરાતમાં નો રિપીટ રાજકિય થિયરી હેઠળ આખેય આખી નવી સરકાર રચાઇ ગઇ છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા નવી સરકારને એક પડકાર ફેકવામાં આવ્યો છે. જો કે, નવી સરકાર નવા ગૃહમંત્રી દ્વારા તેના પર કોઇ પગલા લેવાની શક્યતા જ નથી. ખરેખર તો કોગ્રેસે રાજકિય લાભ ખાતર આવો પડકાર ફેંક્યો છે.

ગુજરાતના મંત્રીમંડળ પર સવાલો કરી કોંગ્રેસે ગઈ કાલે જ મંત્રીમંડળને બિન અનુભવી અને દિલ્હીના રિમોટથી ચાલતી સરકાર કહી આરોપો કરવાનું ચાલુ કરી દીધું છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના નિશાને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હતા. ભાજપ અને સરકાર પર આકરા પ્રહાર કરતાં અમિત ચાવડાએ નવા વરાયેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સવાલો કર્યા હતા અને કહ્યું હતું કે શું હર્ષ સંઘવી સી.આર.પાટીલ સામે કાર્યવાહી કરાવશે ?”

કોરોનાની બીજી લહેર ચાલી રહી ત્યારે ભાજપ તરફથી સી આર પાટીલે સુરતના ભાજપ કાર્યાલય પરથી રેમડેસિવિર ઇન્જેક્શન નું ફ્રીમાં વેચાણ કર્યું હતું. સી આર પાટીલનો આ મુદ્દે કોંગ્રેસ વારંવાર વિરોધ કરતી આવી છે. અમિત ચાવડાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીને સવાલ કરતાં કહ્યું હતું કે શું હર્ષ સંઘવી સી.આર.પાટીલ સામે કાર્યવાહી કરાવશે ?, મહામારીમાં સી.આર.પાટીલે રેમડેસિવિર ઇન્જેક્શન સંગ્રહ હતો કર્યો જે ગુનો કહેવાય તો શું પાટીલ ભાવું સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? આવા સવાલો કરી આડકતરી રીતે ભાજપ અને સરકાર પર નીતિને લઈને પ્રહાર કર્યા હતા.

વધુમાં તેમણે કહ્યુ હતું કે સી આર પાટીલ દ્વારા 5000 રેમડેસિવિર ઇન્જેક્શન ચોરી કરી લોકોને મારવા માટે છોડી દેવામાં આવ્યા. જરૂરિયાત મંદોને વંચિત રાખવાં આવ્યા તો શું નવી વરાયેલી સરકાર ચોરીના આરોપ સાર સી આર પાટીલ સામે કાર્યવાહી કરશે ખરી? ગુનાહિત બેદરકારી થઈ તેનો જવાબદાર કોણ? કેમ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી શું નવી સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લઈ કડક પગલા લેશે ખરી? આમ કોરોનાની બીજી લહેરનો ભૂતકાળ યાદ કરાવી હાલની સરકારને કોંગ્રેસ નેતા ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી