‘તમારા છોકરાઓ ગુલામ પેદા થશે…’, પોલીસ સાથે રકઝક દરમિયાન બોલ્યા પરેશ ધાનાણી

કોંગ્રેસની દાંડીકૂચમાં ઘર્ષણ : અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિત અનેકની અટકાયત

દાંડીયાત્રા નિકળે તે પહેલા જ કોગ્રેસના નેતા અમિત ચાવડા, પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ ધાનાણી  રકઝક થઇ હતી. કોગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું.

એક બાજુ અમદાવાદમાં આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત કરાવવા અને દાંડી કૂચને પ્રસ્થાન કરાવવા માટે પીએમ મોદી આજે અમદાવાદની મુલકાતે હતા. કાર્યક્રમ પૂરો થતા જ કોંગ્રેસની પણ એક દાંડી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વખતે ટ્રેક્ટરને પણ સામેલ કરાયા હતા. જો કે પોલીસ દ્વારા આ દાંડી કૂચને મંજૂરી આપવામાં આવી નહતી. આમ છતાં કોંગ્રેસ પોતાની આ દાંડી કૂચ માટે મક્કમ હતી અને 2 કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર કાર્યકરો અને નેતાઓનો જમાવડો થવા લાગ્યો. મંજૂરી વગર કોંગ્રેસે દાંડી યાત્રા કાઢવાનો પ્રયત્ન કરતા કાર્યકરો અને નેતાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું. અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે.

અમિત ચાવડા, પરેશ ધાનાણી, મહિલા નેતા પ્રગતિ આહીર સહિતના નેતાઓ અને કાર્યકરો એલિસબ્રિજ સુધી પહોંચી ગયા હતાં.પરેશ ધાનાણીને વીએસ હોસ્પિટલ પાસેથી અટકાવી લેવાયા હતા. વીએસ હોસ્પિટલ પાસે જ્યારે મહિલા PSI મહિલા નેતા પ્રગતિ આહીરને પકડવા ગયા ત્યારે ઝપાઝપી કરી અને હાથમાંથી છટકી અને આગળ વધવામાં સફળ રહ્યાં હતાં.

નજરકેદ કરાયા હતા નેતાઓ

અત્રે જણાવવાનું કે કોંગ્રેસ આજના દિવસે દાંડી કૂચ કાઢવા માટે મક્કમ હતી જેના પગલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને ગાંધીનગર એમએલએ ક્વાટર ખાતે નજરકેદ કરવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય નેતાઓને પણ નજરકેદ રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસે ટ્રેક્ટર રેલી માટે એકઠા કરેલા ટ્રેક્ટરના ટાયરની હવા કાઢી નાખવામાં આવી. યાત્રા માટે એકઠા કરાયેલા સામાનમાં તોડફોડ કરવામાં આવી. જ્યાં ટ્રેક્ટર એકઠા કર્યા હતા એ પાર્ટી પ્લોટની બહાર પોલીસ ખડકી દેવાઇ છે. આમ છતાં કોંગ્રેસ દાંડીયાત્રા રૂટ પર ટ્રેક્ટર સત્યાગ્રહ કરવા મક્કમ હતી. 

દર વખતે દાંડી કૂચના દિવસે કોંગ્રેસ દ્વારા આ રીતે દાંડીકૂચ કાઢવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે આઝાદીના અમૃત મહોત્સવના કારણે મંજૂરી અપાઈ નહતી.  આ વખતે કોંગ્રેસે દાંડીકૂચની સાથે સાથે ખેડૂતોનો મુદ્દો ઉઠાવીને ટ્રેક્ટરોને પણ સામેલ કર્યા હતા. 

 62 ,  1