મનપા માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો, સત્તામાં આવ્યાના 24 કલાકમાં કરશે આ કામ

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો – જાણો પ્રજાને કયા-કયા વાયદાઓ કર્યાં

રાજ્યમાં આગામી 21મી ફેબ્રુઆરીએ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા આજે શપથ પત્ર તરીકે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ચૂંટણીને લઇ અનેક વાયદાઓ કરવામાં આવ્યા છે.

  • તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ સુવિધાઓ સ્કીમસ માટે ગુજરાઇટ કાર્ડ આપવામાં આવશે.
  • સત્તામાં આવ્યાના 24 કલાકમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ ની પ્રથા નાબૂદી ની શરૂઆત કરીશું.
  • સત્તામાં આવ્યાના 24 કલાકમાં કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરીશું.
  • એકસીડન્ટ અને ફાયર ઈમરજન્સી માટે હેલિકોપ્ટર દ્વારા પવનપુત્ર એર ઇમર્જન્સી સેવા શરૂ કરીશું.
  • શહેરના જાહેર માર્ગોઉપર એર પ્યુરીફાયર લગાવીશું.
  • અંગ્રેજી માધ્યમમાં મફત શિક્ષણ આપીશું..
  • સત્તામાં આવ્યાના એક સપ્તાહમાં શહેરના તૂટેલા રસ્તાઓ નું પુનઃ નિર્માણ શરૂ કરીશું.
  • કોરોના કાળમાં આર્થિક નુકશાની ભોગવી રહેલા ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત આપીશું.

મહાનગરોની પ્રજાને આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા રોડથી લઈને ટેક્સ માફી સુધીના વાયદાઓ કરવામાં આવ્યા છે. તો સાથે જ એર પોલ્યુશનને લઈ એર પ્યોરીફાયર નાખવાનું વચન પણ ઢંઢેરામાં સામેલ કરવામાં આવ્યું છે.

  • ઘરવેરા માં 50 ટકા સુધીનો ઘટાડો કરીશું.
  • સમગ્ર શહેરમાં વરસાદના પાણીના નિકાલ માટે એક્સપર્ટની મદદ લઇ વિશ્વસ્તરીય સર્વિસ કોરિડોર બનાવીશું.
  • તમામ શહેરોમાં નાગરિકોને ફ્રી વાહનપાર્કીંગ આપીશું.
  • તમામ શહેરોમાં ફ્રી વાઈફાઈ ઝોન શરૂ કરવામાં આવશે.

કોંગ્રેસે પોતાના શપથપત્રમાં કહ્યું છે કે સત્તામાં આવતાં જ આ પત્રમાં લખવામાં આવેલા એક એક શબ્દનું પાલન કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે ભાજપની જેમ અમે ખોટા વાયદા કે વચન નથી આપતા. અમે વાયદા નહીં શપથ લઈને આવ્યા છીએ. કોંગ્રેસ કોર્પોરેશનમાં સત્તામાં મફત શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર દૂર કરવાની શપથ લઈએ છીએ.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે મહાનગરોમાં ભાજપનું શાસન હોવા છતાં અનેક સમસ્યાઓ છે. નાગરીકો ટેક્સ ભરતાં હોવા છતાં સમસ્યાનું સમાધાન થતું નથી. ભાજપના શાસકો સમસ્યાનું સમાધાન લાવવામાં નિષ્ફળ ગયાં છે.

 79 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર