રાજ્યસભાની બે અલગ-અલગ ચૂંટણી મુદ્દે ગુજરાત કોંગ્રેસે SCના દરવાજા ખખડાવ્યા

ગુજરાતની રાજ્યસભાની બંને બેઠકો મેળવવો ભાજપ નવો રાજકીય દાવ ખેલ્યો છે. ત્યારે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચના નોટિફિકેશનને પડકાર્યું છે. ચૂંટણીપંચના નોટિફિકેશન સામે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પિટિશનદાખલ કરી છે. જે મામલે આગામી 2 દિવસમાં સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરી શકે છે.

તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી રાજ્યસભામાંથી ચૂંટાયેલા અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જીત થઈ હતી. ત્યાર બાદ સ્મૃતિ ઈરાની અને અમિત શાહે રાજ્યસભાના સભ્યપદે રાજીનામુ આપ્યું હતું. જેને પગલે 15 જૂનના રોજ કેન્દ્રિય ચૂંટણીપંચે ગુજરાતમાંથી ખાલી પડેલી બંને રાજ્યસભા બેઠકોની 5 જુલાઈએ ચૂંટણી જાહેર કરી હતી.

રાજ્યસભાની બે બેઠકો માટેની પેટાચૂંટણીમાં ECના નવા નોટિફિકેશન મુજબ જીત માટે 1 ઉમેદવારને 88 મત જોઈએ. ત્યારે ગુજરાતમાં હાલમાં 175 ધારાસભ્ય રાજ્યસભામા મતદારો છે. આથી બન્ને સીટની ચૂંટણી અલગ થાય તો 175 ધારાસભ્યો અલગ મત આપી શકે. જો કે 88 મતની સાપેક્ષે ભાજપ પાસે 100 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. જ્યારે કોંગ્રેસ પાસે 88 મતની સાપેક્ષે 71 ધારાસભ્યો છે.

આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કર્યું હતું કે, ગુજરાત કોંગ્રેસે ચૂંટણીપંચે બહાર પાડેલા ગેરબંધારણીય જાહેરનામા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અમે ગુજરાતમાં બંધારણ અને લોકશાહીને બચાવવા માટે લડીશું. અમને વિશ્વાસ છે કે, સુપ્રીમ કોર્ટ બંધારણ અને આપણી લોકશાહીની હત્યા થતી અટકાવશે.

 8 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર