લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે. મંગળવારે રાત્રે જાહેર કરવામાં આવેલી યાદીમાં ગુજરાતના 4, ઝારખંડના 3, કર્ણાટકના 2, હિમાચલ પ્રદેશના એક, દાદરા નગર હવેલીના એક અને પંજાબના છ ઉમેદવાર સામેલ છે.
પંજાબમાં પાર્ટીએ ગુરદાસપુરથી સુનીલ ઝાખડ અને હોશિયારપુરથી રાજકુમાર ચબ્બેવાલને ટિકિટ આપી છે. આ ઉપરાંત કોંગ્રેસ પંજાબના પટિયાલાથી પૂર્વ વિદેશ રાજ્યમંત્રી તેમજ પટિયાલાથી ત્રણ વખત સાંસદ રહેલા કેપ્ટન અમરિન્દરસિંઘના પત્ની પરનીત કૌરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
પરનીત કૌર આ પહેલા સતત ત્રણ વખત પટિયાલાથી સાંસદ રહી ચુક્યા છે. જોકે, 2014માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો ધર્મવીર ગાંધી સામે તેમની હાર થઈ હતી. ચંદીગઢથી ટિકિટની દાવેદારી કરી રહેલા પંજાબના કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધૂની પત્ની નવજોત કૌરને કોંગ્રેસે મોટો ઝટકો આપ્યો છે.
109 , 3