September 23, 2020
September 23, 2020

ગહલોત સરકારે વિશ્વાસ મત જીત્યો, આગામી 21મી ઓગસ્ટ સુધી વિધાનસભા સ્થગિત

રાજસ્થાન સરકાર પરથી સંકટ ટળ્યું, સીએમ અશોક ગેહલોત જીત્યા વિશ્વાસનો મત

ગેહલોત સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીતી લીધો છે. હવે વિધાનસભાને 21મી ઓગસ્ટ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા સદનમાં ગેહલોત સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. લાંબા વિવાદ બાદ આજે ફરી સચિન પાયલોટ પોતાના સાથીઓ સાથે સદનમાં પહોંચ્યા હતા. જો કે વિધાનસભામાં સીટ બદલાતા પાછળ ગેલેરીમાં બેસવાનો વારો આવ્યો હતો.

વિશ્વાસ પ્રસ્તાવ અંગે ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ભાજપે સરકાર પાડવાનું કાવતરું ઘડ્યું હતું.ચર્ચા અંગે ગેહલોતના જવાબ પછી સ્પીકર સીપી જોશીએ ધ્વનિમતથી વિશ્વાસ મત પસાર કરીને ગૃહની કાર્યવાહી આગામી શુક્રવાર એટલે કે 21 ઓગસ્ટ સુધી સ્થગિત કરી દીધી છે.

 103 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર