28મીના રોજ મેટ્રોકોર્ટમાં હાજર રહેવા રોહન ગુપ્તાને આદેશ
કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે રાહુલ ગાંધી સામે કરી હતી બદનક્ષીની ફરિયાદ
અમદાવાદના કૃષ્ણ બ્રહ્મભટ્ટે રાહુલ ગાંધી સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી. ત્યારે આ કેસમાં 4 સાક્ષીઓના નિવેદન અને ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે મેટ્રો કોર્ટમાં કોંગ્રેસ આઇટી સેલના અધિકારી પંકજ શુક્લાની જુબાની લેવામાં આવી હતી. ત્યારે ફરિયાદી તરફે આ કેસમાં કોંગ્રેસ આઇટીસેલના વડાને હાજર રહેવા માટે આદેશ કરવો જોઇએ તેવી કોર્ટને અરજી કરી હતી. તે અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી કોંગ્રેસ આઇટી સેલના વડાને 28મીના રોજ કોર્ટમાં જુબાની માટે હાજર રહેવા આદેશ કરી સમન્સ ઇશ્યૂ કર્યું છે.
નોંધનીય છે કે, આ પ્રકણમાં એક પછી એક સાક્ષીઓની જુબાની પૂર્ણ થઇ ચુકી છે. ત્યારે આગામી દિવસોમાં કેસની સુનાવણી પૂર્ણ થાય તેવી શક્યતા છે. રાહુલ ગાંધીએ જબલપુરમાં એક સંબોધનમાં કહ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ખૂન કેસના આરોપી છે. ત્યાર બાદ અમદાવાદના ખાડિયા વિસ્તારના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી કહ્યું હતું કે, સીબીઆઈ કોર્ટે અમિત શાહને 2 જાન્યુઆરી 2015ના રોજ
એન્કાઉન્ટર કેસમાં બિન તહોમત છોડી મુક્યા હતા. જેથી અમિત શાહને ખૂન કેસના આરોપી કહી તેમની બદનામી કરી હોવાથી રાહુલ ગાંધી સામે બદનક્ષીની કલમો હેઠળ કાર્યવાહી કરવી જોઈએ. આ કેસમાં કોર્ટ ઇન્કાવાયરીનો આદેશ થયો હતો. ત્યારબાદ એક પછી એક સાક્ષીઓની જુબાની મેટ્રોકોર્ટમાં લેવામાં આવી રહી છે.
ત્યારે આજે આઇટી સેલના અધિકારી પંકજ શુક્લાને કોર્ટમાં જુબાની માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમની ઉલટ તપાસ કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદી તરફે આ પ્રકરણમાં કોંગ્રેસ આઇટી સેલના વડા રોહન ગુપ્તાને કોર્ટમાં હાજર રાખવાની દાદ માગતી અરજી કરવામાં આવી હતી. જે અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી રોહન ગુપ્તાને 28મીના રોજ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.
25 , 1