ગાંધીનગર બેઠક પર સી.જે. ચાવડા કેટલા મતોથી…

ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી ગાંધીનગરની બેઠક પર કોંગ્રેસે પૂર્વ ધારાસભ્યો સી.જે. ચાવડાને ટિકિટ આપી છે. આ બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતે ઉમેદવારી કરી રહ્યા છે ત્યારે ચાવડા અને અમિત શાહ વચ્ચેની આ ટક્કરમાં જીત કોની થશે તે કહેવાની ભાગ્યેજ જરૂર છે.

ગાંધીનગર બેઠક પર ગઈ વખતે ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી 4.83 લાખ મતોની સરસાઈથી જીત્યા હતા. આ વખતે અમિત શાહને તેના કરતા વધુ મતોની સરસાઈથી જીતાડવાનું આયોજન થઇ રહ્યું છે. આ ઉપરાંત અમિત શાહ એક વગદાર, દમદાર અને VVIP નેતા હોવાથી કોંગ્રેસના સી.જે. ચાવડા તેમની સામે કેટલી અને ક્યાં સુધી ટક્કર લેશે તે પણ એક સવાલ છે.

એક તબક્કે ગાંધીનગર બેઠક પર શંકર સિંહ વાઘેલાને ઉભા રાખવાની ગણતરી ચાલી હતી. પરંતુ રાજકીય સમીકરણોમાં એવું જણાયું કે શંકર સિંહ વાઘેલા જીતી નહીં શકે. પરિણામે સી.જે. ચાવડાને અમિત શાહની સામે ધરી દેવામાં આવ્યા છે.

 50 ,  3