‘અર્જુન’નું સરકાર તરફ નિશાન – દારૂ મળે છે ઠેર ઠેર, ન મળે તો….

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભૂપેન્દ્ર સરકારને ફેંક્યો પડકાર

ગુજરાતમાં દારૂબંધીના કાયદાને લઈને કોંગ્રેસે સરકાર પર ફરી પ્રહાર કર્યાં છે. રાજ્યમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ પર છે. રોજ કરોડો રૂપિયાની કિંમતનો દારૂ રાજ્યમાં ઠલવાય છે. રાજ્યમાં દારૂબંધીના કાયદાનો અમલ કરાવવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીને ખુલ્લો પડકાર આપ્યો હતો કે ગુજરાતમાં એક પણ એવો જિલ્લો બતાવો જ્યાં ગેરકાયદેસર દેશી દારૂનો એકપણ અડ્ડો ધમધમતો ના હોય તો હું જાહેર જીવન છોડી દઈશ.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટર પર ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ કરાવવામાં ભાજપ સરકાર સાવ નિષ્ફળ ગઈ છે. ખુદ સરકારની માલિકીના ગાંધીનગર રેલવે સ્ટેશન પર બેનલ ફાઈવ સ્ટાર હોટેલમાં દારૂ વેચવામાં આવે છે. મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીને મારો ખુલ્લો પડકાર છે કે રાજ્યમાં એક પણ એવો જિલ્લો બતાવો જ્યાં દેશી દારૂના અડ્ડા ધમધમકા ના હોય. હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું.

તેમણે એવું પણ કહ્યું હતું કે, રાજ્યમાં દારૂ પીનાર, વેચનાર અને લઈ જનારને મદદ કરનાર પોલીસને 10 વર્ષની જેલની સજાની જોગવાઈ કરતો કાયદો ગુજરાતની ભાજપ સરકારે 22 ફેબ્રુઆરી 2017ના રોજ વિધાનસભામાં પાસ કરાવ્યો હતો. પરંતુ કાયદો બન્યા પછી દારૂનું વેચાણ ઘટવાને બદલે વધ્યું છે. તેમણે એવું પણ કહ્યું હતું કે દારૂબંધીની જે નીતિ છે તેની ફરીવાર વિચારણા કરવી જોઈએ. તેમાં ગેરકાનુની દારુ જે માફિયાઓનું સર્જન કરે છે, કરપ્શનનું સર્જન કરે છે. જે હપ્તા ગાંધીનગર સુધી જાય છે એ અટકાવવું જરૂરી છે. ભાજપના જે પણ લોકો આ પ્રકારના કારોબારમાં સંડોવાયેલા છે તેમને પણ અટકાવવા જોઈએ. આ માટે મે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી