ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રેસિડન્ટ અર્જુન મોઢવાડિયાએ આચાર સંહિતાના ભંગ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુધ્ધ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા મુજબ PM મોદીએ મહારાષ્ટ્રના લાતુર ખાતે જાહેર સભા સંબોધતી વખતે ભારતીય સેના અને પુલવામાં શહીદોનો ઉલ્લેખ કરી પાર્ટી માટે મતો માગ્યા હોવાનો આરોપ લાગ્યો છે.
એટલું જ નહીં પ્રથમ વખત પોતાનો મતઅધિકાર આપનારા યુવાનોને ગુમરાહ કરવાની કોશિશ કરી હોવાનો આક્ષેપ કર્યો છે.
વધુમાં અર્જૂન મોઢવાડીયાએ ચૂંટણી પંચના આદેશને યાદ કરતા કહ્યું હતું કે, રાજકીય પાર્ટીઓ મત માગવા માટે સેના અને સૈનિકોનો ઉલ્લેખ કરવો નહીં. ત્યારે ચૂંટણી પંચની ગાઇડલાઇન આપી હોવા છતાં પીએમ મોદીએ તેનો ઇરાદા પૂર્વક ભંગ કર્યો છે. એટલા માટે પીએમ મોદી સામે કાયદેસરની કાયવાહી થવી જોઇએ અને તેમની ધરપકડ થવી જોઇએ.
96 , 3