September 24, 2020
September 24, 2020

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાને હરાવ્યો, તબિયતમાં આવ્યો સુધારો

છેલ્લા 2 મહિનાથી સારવાર લઇ રહેલા ભરતસિંહ સોલંકીની તબિયતમાં હવે સુધારો 

છેલ્લા બે મહિનાથી વધુ સમયથી કોરોનાની સારવાર લઇ રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં ઘણો સુધારો આવ્યો છે. રાજયસભાની ચૂંટણી બાદ 22 જૂનના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમણે વડોદરાની હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ખસેડાયા હતા. જોકે કોરોનાની લાંબી સારવાર બાદ સ્થિતિમાં સુધારો ન આવતા તેમને CIMS હોસ્પિટલ ખસેડાયા હતા.

નોંધનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહી છે. ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ ચપેટમાં આવી ગયા હતા. જેમાંથી મોટાભાગના સ્વસ્થ પણ થઈ ગયા છે. ભાજપના સાંસદો રમેશ ધડૂક અને કિરીટ સોલંકી પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.

 126 ,  1