કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા ભૂબનેશ્વર કલિતાએ ભાજપનો ખેસ ધારણ કર્યો

કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના ચીફ વ્હીપ ભૂબનેશ્વર કલિતાએ ભગવો ખેસ ધારણ કર્યો. કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે. આ અગાઉ તેમણે રાજ્યસભાના સભ્ય અને કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું હતું.

રાજ્યસભામાં કોંગ્રેસના વ્હિપ ભુવનેશ્વર કલિતાએ સોમવારે રાજીનામું આપ્યું હતું. આ દરમ્યાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. એટલું જ નહીં કોંગ્રેસે તેમણે કાશ્મીર મુદ્દે વ્હિપ જાહેર કરવા માટે કહ્યું હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

ભુવનેશ્વર કલિતાએ કોંગ્રેસ પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, આજની કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ પૂરી રીતે પાર્ટીને તબાહ કરવાનું કામ કરી રહી છે. મારું માનવું છે કે, હવે આ પાર્ટીને તબાહ થતા કોઇ નહી બચાવી શકે અને ત્યારથી જ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી