સંકટ સમયે સોનિયા ગાંધીનો સાથ છોડી દીધો, હરીશ રાવતના કેપ્ટન પર પ્રહાર

કિસાન વિરોધી ભાજપા કે મદદગાર ન બનેં – રાવત

પંજાબમાં ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસમાં રાજકારણ હજુ પણ ગરમાયેલુ છે. નવજોતસિંહ સિદ્ધુ અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ નારાજ છે અને બન્ને પક્ષ છોડવા માગે છે. એવામાં અમરિંદરસિંહે કહ્યું હતું કે હું કોંગ્રેસને છોડવા જઇ રહ્યો છું પણ ભાજપમાં નથી જોડાવાનો.

બીજી તરફ સિદ્ધુને પણ મનાવવા માટે હવે એક કમિટીની રચના કોંગ્રેસે કરી ચર્ચા કરી હતી. જ્યારે કેપ્ટન અમરિંદરસિંહ કોંગ્રેસ છોડવા જઇ રહ્યા છે.  નવજોતસિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીત ચન્ની વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે. સિદ્ધુ ચન્નીના નિર્ણયોથી નારાજ છે અને પક્ષ છોડવાની તૈયારીમાં છે. એવામાં કોંગ્રેસે એક કમિટીની રચના કરી છે જેમાં વાતચીતથી જે પણ વિવાદો છે તેને દુર કરવાનો પ્રયાસ કરાશે.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની કોંગ્રેસ છોડી દેવાની જાહેરાતથી હંગામો મચી ગયો છે. જે ચન્ની સરકાર માટે મોટી મુસીબત સાબિત થઈ શકે છે. 

કોંગ્રેસના પંજાબ પ્રભારી હરીશ રાવતે દહેરાદૂનમાં કહ્યું કે અમરિન્દર સિંહને વિનમ્રતાથી કહેવા માંગુ છું કે પાર્ટીએ તેમને ખુબ સન્માન આપ્યું છે. આજે જ્યારે દેશની સામે લોકતંત્ર બચાવવાનો સવાલ છે ત્યારે એવા સમયે અમરિન્દર સિંહ પાસેથી એવી આશા કરવામાં આવી રહી હતી કે તેઓ સોનિયા ગાંધી સાથે રહીને લોકતાંત્રિક મૂલ્યોની રક્ષા કરે. 

હરીશ રાવતે કહ્યું કે 2-3 દિવસથી અમરિન્દર સિંહના જે નિવેદનો આવ્યા છે તેનાથી એવું લાગે છે કે તેઓ કોઈ પ્રકારના દબાણમાં છે. સત્તાધારી (પંજાબ) જેને પંજાબના ખેડૂતો પંજાબના લોકો પંજાબના વિરોધી માને છે, તેઓ અમરિન્દર સિંહનો ઉપયોગ કરવા માંગે છે. હું ફરીથી કહેવા માંગુ છું કે અત્યાર સુધીમાં કેપ્ટન અમરિન્દર સિંહે જે પણ વાતો કરી છે તેના પર ફરી વિચાર કરે અને ભાજપ જેવી ખેડૂત વિરોધી, પંજાબ વિરોધી પાર્ટીને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે મદદ ન પહોંચાડે. 

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી