કોંગ્રેસ નેતા ખુર્શીદે હિન્દુત્વની તુલના ISIS સાથે કરતા વિવાદ

પૂર્વીય કેન્દ્રીય મંત્રીના પુસ્તક પર વિવાદ, દિલ્હી પોલીસમાં નોંધાઈ ફરિયાદ

પૂર્વીય કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદના પુસ્તક ‘સનરાઇઝ ઓવર અયોધ્યા’ને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે. ખુર્શીદે આ પુસ્તકમાં હિંદુત્વની તુલના આંતકી સંગઠન ISIS અને બોકો હરમથી કરતા ભારે વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના નેતાની આ બુક ગઈકાલે બુધવારે લોન્ચ થઈ હતી અને 24 કલાકની અંદર વિવેક ગર્ગ નામના વકીલે સલમાન ખુર્શીદ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સલમાન ખુર્શીદ પર આરોપ છે કે, તેમણે હિંદુત્વને બદનામ કરવાની કોશિશ કરી છે.

સલમાન ખુર્શીદે પોતાના પુસ્તકમાં કહ્યું છે કે હિન્દુત્વ સાધુ સંતોની સમાનતા અને પ્રાચીન હિન્દુ ધર્મને અલગ કરી રહી છે. જે દરેક રીતે આતંકી સંગઠન આઇએસ અને બોકો હરામ જેવા જેહાદી ઇસ્લામિક સંગઠનો જેવી જ છે. સાથે તેમણે હિન્દુ ધર્મના વખાણ પણ કર્યા હતા અને કહ્યું હતું કે હિન્દુ ધર્મ બહુ જ ઉચ્ચ સ્તરીય ધર્મ છે. જેના માટે મહાત્મા ગાંધીએ જે પ્રેરણા આપી છે તેનાથી વધીને કઇ જ ન હોઇ શકે. જો તેમાં કોઇ નવુ લેબલ લગાવી દે તો તેને હું કેમ માની લઉ? કોઇ ધર્મનું અપમાન કરે તો હું પણ બોલીશ. હિન્દુત્વની રાજનીતી કરનારા ખોટા છે તેવી જ રીતે આઇએસ પણ ખોટુ છે.

સલમાન ખુર્શીદ વધુમાં લખે છે કે મારી પોતાની પાર્ટી કોંગ્રેસ મોટા ભાગે તે મુદ્દા તરફ વળી જાય છે કે કોંગ્રેસમાં એક એવો વર્ગ પણ છે કે જેને આ વાત પર પછતાવો છે કે અમારી છાપ લઘુમતી સમર્થક પાર્ટીની છે. આ વર્ગ માત્ર જનોઇધારીઓની વકીલાત કરે છે. તેઓએ અયોધ્યા પર આવેલા ચુકાદા અંગે કહ્યું કે હવે આ સ્થળ પર ભવ્ય રામ મંદિર બનવું જોઇએ. તેઓએ સુપ્રીમ કોર્ટના અયોધ્યા અંગેના ચુકાદાના વખાણ કર્યા હતા. સલમાન ખુર્શીદના પુસ્તક પર ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ કોંગ્રેસની સાચી માનસિક્તાને દર્શાવે છે. તેઓ હિન્દુઓની સાથે કૃત્રિમ સમાનતા બનાવીને આઇએસના કટ્ટરવાદી તત્વોને યોગ્ય ઠેરવી રહ્યા છે.

દિગ્વિયજય અને ચિદમ્બરે પોતાના મત વ્યક્ત કર્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અને પી. ચિદમ્બરમે આ અવસરે પોતાના મત વ્યક્ત કર્યા. દિગ્વિજય સિંહે પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદના પુસ્તક ‘સનરાઇઝ ઓવર અયોધ્યા’ના વિમોચનના અવસરે જણાવ્યું કે હિંદુ ધર્મ અને સનાતની પરંપરાઓ સાથે હિંદુત્વ શબ્દનો કોઈ લેવાદેવા નથી. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ પર તીખા પ્રહાર કરતા જણાવ્યું કે દેશમાં હિન્દુ ખતરમાં નથી, પરંતુ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની માનસિકતા જોખમમાં છે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી