વિધાનસભામાં રેપ પર કોંગ્રેસ MLAની ભદ્દી ટિપ્પણી..

‘જબ રેપ હોના હી હૈ તો લેટો ઓર મજે લો..’

કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશકુમાર એકવાર ફરીથી વિવાદોમાં ઘેરાયા છે. તેમણે કર્ણાટક વિધાનસભામાં રેપ પર ભદ્દી ટિપ્પણી કરી છે. શરમજનક નિવેદન આપતાં રમેશ કુમારે કહ્યું કે, જ્યારે દુષ્કર્મ થવાનું જ છે તો  સૂઈ જાઓ અને મજા લો. આ શરમજનક નિવેદનને લઈને તેમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

કોંગ્રેસના ધારાસભ્ય અને કર્ણાટક વિધાનસભાના પૂર્વ સ્પીકર રમેશ કુમારે મહિલા પર થતાં દુષ્કર્મને લઇને ખૂબ જ વાંધાજનક અને શરમજનક  નિવેદન આપ્યું છે. નિવેદન પણ એવું છે કે કોઈ સાંભળે તો આંખો શરમથી ઝૂકી જાય. શરમજનક નિવેદન આપતાં રમેશ કુમારે કહ્યું કે, જ્યારે દુષ્કર્મ  થવાનું જ હોય અને સ્થિતિ આપણા કન્ટ્રોલની બહાર હોય તો  ​​ત્યારે સૂઈ જાઓ અને મજા લો,  હવે આ નિવેદનને લઈને તેમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. ગૃહમાં વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાન પર ચર્ચા દરમિયાન કેટલાક ધારાસભ્યોએ આ મુદ્દે પણ ચર્ચાં કરી હતી અને  તેમના મતવિસ્તારની સ્થિતિનો ચિતાર આપ્યો હતો.

સ્પીકર વિશ્વેશ્વર હેગડે પાસે પણ ઓછો સમય બચ્યો હતો અને તેઓ સાંજે 6 વાગ્યા સુધીમાં ચર્ચા સમાપ્ત કરવા માંગતા હતા જ્યારે ધારાસભ્યો સમય વધારવાની માંગ કરી રહ્યા હતા. આ સ્થિતિમાં સ્પીકરે કહ્યું કે, હું એવી સ્થિતિમાં છું જ્યાં મારે મજા લેવાની છે અને હાં, હાં કરવાનું છે. તેમણે કહ્યું કે, મારે સ્થિતિને નિયંત્રણ કરવાનું છોડી દેવી જોઇએ અને દરેકની તેની વાત રજૂ કરવાની ઇજાજત આપવી જોઇએ.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી