હાર્દિક પટેલની રાજકીય હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે કોંગ્રેસ નેતા – નિખિલ સવાણી

હાર્દિક પટેલને કોંગ્રેસમાં વારંવાર અપમાનિત કરવામાં આવ્યા – નિખિલ સવાણી

કોંગ્રેસ પ્રદેશ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના સૌથી નજીક ગણાતા અને યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખ નિખિલ સવાણીએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. નિખિલ સવાણીએ કોંગ્રેસના નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, નિખિલ સવાણીએ વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાર્દિક પટેલને કોંગ્રેસમાં વારંવાર અપમાનિત કરવામાં આવે છે. કોંગ્રેસના જ નેતાઓ હાર્દિક પટેલની રાજકીય હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે.

નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે, કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના ઘરે નેતાઓ જાય છે, પરંતુ હાર્દિકના પિતાના અવસાન બાદ એકપણ નેતા ગયા નથી. હાર્દિક પટેલના પિતાના અવસાન બાદ તેના ઘરે જવાનો કોંગ્રેસના નેતાઓને સમય નથી મળ્યો. રાજ્યપાલને મળવા માટે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ જાય તો પણ હાર્દિકને જાણ નથી કરાતી. ગુજરાત કોંગ્રેસમાં લેવાતા નિર્ણયો અંગે હાર્દિક પટેલને જાણ પણ કરવામાં નથી આવતી. જિલ્લા-તાલુકાના કાર્યક્રમોમાં આમંત્રણ કે તેની જાણ પણ હાર્દિક પટેલને કરાતી નથી.

વધુમાં તેમણે આરોપ લગાવતા જણાવ્યું હતું કે, NSUIથી લઈને પ્રદેશ કોંગ્રેસમાં જુઠબંધી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસને કેટલાક લોકો પોતાના બાપ- દાદાની જાગીર સમજતા હોવાનો આરોપ લગાવ્યો હતો. ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ નિખિલ સવાણીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યા હતા. યુથ કોંગ્રેસની આંતરિક ચૂંટણી માત્ર ફંડ ભેગું કરવા માટે જ થાય છે. યુથ કોંગ્રેસની ચૂંટણી માટે ફરજી મેમ્બરશીપ કરવામાં આવે છે. દર વખતે મેમ્બરશીપમાં લાખો લોકો જોડાય છે અને ચૂંટણી બાદ હજારો પણ દેખાતા નથી. કોંગ્રેસની જુથબંધીનું કારણ યુથ કોંગ્રેસની આંતરિક ચૂંટણી જ છે. બે દિવસ પહેલાના બનાવમાં મારી સાથે દુર્વ્યવહાર કરનારા સામે પગલાં નથી લેવાયા. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, નેતા વિપક્ષ, ધારાસભ્યની હાજરીમાં ઘટના ઘટી છતાં કોઈ કાર્યવાહી ન થઈ.

 31 ,  1