યુપીમાં 17 દિવસમાં ફરી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની અટકાયત

લખનઉ-આગ્રા એક્સપ્રેસ હાઇવે પર ભારે હોબાળો, જાણો પોલીસે શું આપ્યું કારણ…

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાનની આજે બુધવારે લખનઉ પોલીસે અટકાયત કરી છે જ્યારે તે આગ્રામાં મૃતકના પરિવારના સભ્યોને મળવા જઈ રહી હતી જેનું કથિત રીતે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. છેલ્લા 17 દિવસમાં પ્રિયંકાને બીજી વખત પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જોકે, લખનઉ પોલીસ દ્વારા કલમ 144 અને કાયદાના ઉલ્લંઘન બાબતે તેમની અટકાયત કરવામાં આવી છે.

આ મુદ્દે પ્રિયંકાએ કહ્યું હતું કે કોઈના મોત પર તેમનાં પરિવારજનો સાથે મુલાકાત કરવા બાબતે લો ઓર્ડર બગડી જાય છે? તમને લોકોને ખુશ કરવા માટે શું હું લખનઉના ગેસ્ટ હાઉસમાં આરામથી બેસી રહું. કોઈને પોલીસ કસ્ટડીમાં ઢોરમાર મારીને મારી નાખવો આ ક્યાંનો ન્યાય છે?

પ્રિયંકાએ આ મુદ્દે ટ્વીટ કરીને કહ્યું છે કે અરુણ વાલ્મીકિનું મોત પોલીસ કસ્ટડીમાં થયું છે. તેમનો પરિવાર ન્યાય માગી રહ્યો છે. હું પરિવારને મળવા માગું છું. ઉત્તરપ્રદેશ સરકારને ડર કઈ વાતનો છે? મને કેમ રોકવામાં આવી રહી છે. આજે ભગવાન વાલ્મીકિજયંતી છે, પીએમે મહાત્મા બુદ્ધ પર મોટી વાતો કરી, પરંતુ તેમના સંદેશાઓ પર હુમલા કરી રહ્યા છે. તેમણે પૂછ્યું કે કસ્ટડીમાં માર્યા ગયેલા અરુણ વાલ્મીકિ માટે ન્યાય માગવો ગુનો છે? ભાજપ સરકારની પોલીસ મને આગ્રા જવાથી રોકી કેમ રહી છે. કેમ દરેક વખતે ન્યાયનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરાય છે? હું પાછળ હટવાની નથી.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી