કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ્દ

સુરક્ષાના કારણે પ્રવાસ રદ્દ કરાયો હોવાની ચર્ચા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. રાહુલ ગાંધી મંગળવારે ગુજરાતના પ્રવાસે આવવાના હતા તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે આ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી રઘુ શર્મા સાથે બહુચરાજીમાં કોંગ્રેસ સેવાદળ પ્રશિક્ષણ શિબિરની પૂર્ણાહૂતિમાં હાજરી આપવાના હતા, પરંતુ હવે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે.

સુરક્ષાને કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવાની વાત સામે આવી છે. અમદાવાદથી મહેસાણા-બેચરાજીનું બાય રોડ અંતર લાંબુ હોવાને કારણે આ પ્રવાસ રદ્દ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

સુરક્ષાને કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવાની વાત સામે આવી છે. અમદાવાદથી મહેસાણા-બેચરાજીનું બાય રોડ અંતર લાંબુ હોવાને કારણે આ પ્રવાસ રદ્દ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી