કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કામનું ભારણ ઓછું કરવા હાઈકમાન્ડને કરી રજૂઆત

 કોંગ્રેસ નેતાએ કહ્યું – વ્યક્તિગત કારણસર હળવી કામગીરી આપવામાં આવે..

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પ્રભારીની જવાબદારીમાંથી મુકત થવા માટે રજૂઆત કરી છે. શક્તિસિંહ ગોહિલે કામનું ભારણ ઓછું કરવા માગણી કરી છે. બિહાર કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલે આ મામલે હાઈકમાન્ડને રજૂઆત કરી છે. શક્તિસિંહ ગોહિલ પર રાજ્યસભાના સાંસદની સાથે બિહાર પ્રભારીની પણ જવાબદારી છે. ત્યારે પ્રભારીની જવાબદારીમાંથી મુક્ત થવા માટે રજૂઆત કરી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી કોંગ્રેસ પાર્ટીને એવી વિનંતી કરી છે કે, તેમને વ્યક્તિગત કારણસર હળવી કામગીરી આપવામાં આવે. તેમના આવા ટ્વીટથી રાજકીય વર્તુળોમાં કોરોના પછી તેમની તબિયત વધારે સ્વસ્થ થાય અને આરામ મળે તે હેતુથી કાર્યબોજ હળવો કરવાના ઇરાદો હોવાનું સૂત્રોનું કહેવું છે.

જોકે એવી પણ માહિતી છે કે શક્તિસિંહ હવે દિલ્હી ખાતે ફોકસ કરશે. રાજ્યસભા પછી ભરતસિંહ અને શક્તિસિંહ વચ્ચે પણ સ્પર્ધાની ચર્ચા છે.

 38 ,  1