‘ગાંધીજીની દાંડીયાત્રાના દિવસે જ અમને કર્યા નજરકેદ…’

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો દાવો

12 માર્ચના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાનો પ્રારંભ કરાવશે. તેમજ આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપ અમૃત મહોત્સવનો શુભારંભ પણ કરાવશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ 12 માર્ચના રોજ ખેડૂત સત્યાગ્રહ યાત્રાનું આયોજન કરાયું છે. એક જ દિવસે બે રાષ્ટ્રીય પક્ષો દ્વારા દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ આ દાંડીયાત્રાને લઇ કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયા હોવાનો આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ હવે કોંગ્રેસ ફરી બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે અને નિરાશામાં ધકેલાઈ ગયેલા કાર્યકરોમાં પ્રાણ ફૂંકવા માટે દાંડીયાત્રાનો સહારો લઈ રહી છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદના સાબરમતીથી દાંડી સુધીની યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રા પાછળનો હેતુ પ્રજાના પ્રશ્નોનો વાચા આપવાનો હોવાનો મત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રજૂ કર્યો હતો. જો કે કાર્યક્રમમાં જોડાય તે પહેલા નજરકેદ કરાયા હોવાનો આરોપ લાગ્યો છે.

ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા છે. દાંડીયાત્રામાં જોડાનાર નેતાઓના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

અમિત ચાવડાને કરાયા નજરકેદ

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને ગાંધીનગર એમએલએ ક્વાટર ખાતે નજરકેદ કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય નેતાઓને પણ નજરકેદ રાખવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસે ટ્રેક્ટર રેલી માટે એકઠા કરેલા ટ્રેક્ટરના ટાયરની હવા કાઢી નાખવામાં આવી.યાત્રા માટે એકઠા કરાયેલા સામાનમાં તોડફોડ કરવામાં આવી. જ્યાં ટ્રેક્ટર એકઠા કર્યા હતા એ પાર્ટી પ્લોટની બહાર પોલીસ ખડકી દેવાઇ છે. આમ છતાં કોંગ્રેસ દાંડીયાત્રા રૂટ પર ટ્રેક્ટર સત્યાગ્રહ કરવા મક્કમ છે. 

રાજ્યપાલને પત્ર લખી કરી રજૂઆત

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યપાલને પત્ર પણ લખ્યો છે. કોંગ્રેસની દાંડીયાત્રાને સાબરમતી આશ્રમથી મંજૂરી ન મળતા પત્ર લખ્યો છે. તેમણે મંજૂરી માટે હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. તેમના જણાવ્યાં મુજબ કોંગ્રેસના નેતાઓએ ગાંધીજીના એક આહ્વાન પર જીવ ન્યોછાવર કર્યા. 1930ની દાંડિયાત્રા સંઘર્ષનું સોપાન છે. વડાપ્રધાન પ્રથમવાર દાંડીયાત્રા કરી રહ્યા છે તે આવકાર્ય છે. પણ સાથે સાથે કોંગ્રેસ પક્ષને પોતાના વડવાઓએ કરેલા સંઘર્ષને સ્મરણ કરવાનો હક છે. વડાપ્રધાનના કાર્યક્મ બાદ કોંગ્રેસ પક્ષને યાત્રાની મંજુરી આપવા હસ્તક્ષેપ વિનંતી કરી.

વડાપ્રધાન મોદી માત્ર અઢી કલાક રોકાશે

ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. દિલ્હી એરપોર્ટથી અમદાવાદ આવવા માટે રવાના થશા. થોડીકવારમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી સાબરમતિ આશ્રમ પહોંચશે. જ્યાં તેઓ બપોરે 12.15 સુધી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. બે કલાકના રોકાણ બાદ તેઓ દિલ્હી જવા પ્રયાણ કરશે. સુરક્ષાને ધ્યાને લઈને આજે મોટાભાગની જગ્યાઓનું નિરીક્ષણ SPG અને અન્ય સ્થાનિક પોલીસ એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે.

 59 ,  1