September 24, 2020
September 24, 2020

રાજ્યસભા સાંસદ તન્ખાના ‘વિવેક’ બોલ – ‘બાગી નહીં પરિવર્તનનાં છીએ વાહક, ડરપોક નહીં..’

કોંગ્રેસમાં નેતૃત્વ વિવાદ વધુ ઉગ્ર બનતો જઇ રહ્યો છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં સોનિયા ગાંધીને ફરીથી વચગાળાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ત્યારે ઘણા નેતાઓએ સહમતી દર્શાવી છે તો કેટલાક નેતાઓ વિરોધ જતાવી રહ્યા છે. સોનિયા ગાંધીને પત્ર લખનાર નેતાઓમાંથી એક વિવેક તન્ખાએ પાર્ટીના બીજા જૂથ પર સવાલ ઉઠાવ્યો છે. કેટલાક લોકો ગાંધી પરિવારની જી હુજૂરી કરી રહ્યા છે તો કેટલાક નેતાઓ હજુ પણ પરિવર્તનની માંગ કરી રહ્યાં છે. તેમાં વિવેક તન્ખા પણ સામેલ છે. રાજ્યસભા સાંસદ વિવેક તન્ખાએ કહ્યું કે અમે બળવાખોર નથી, પરિવર્તનના વાહક છીએ કેમ કે, ઇતિહાસ બહાદુરને યાદ રાખે છે કાયરને નહીં.

રાજ્યસંભા સાંસદ વિવેક તન્ખાએ કહ્યું કે અમને બળવાખોર કહેવું ખોટું છે કેમ કે, અમે બદલાવની માંગ કરી રહ્યાં છે. જેથી કોંગ્રેસને નાવ અધ્યક્ષ મળે અને કોંગ્રેસ મજબૂત બને. તેમણે કહ્યું કે, ઇતિહાસ હમેશાં બહાદુરને યાદ કરે છે કાયરને નહીં. તન્ખાના પ્રહાર તે નેતાઓ પર છે જે આજે પણ ગાંધી પરિવારની જી હુજૂરી કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસબામાં નેતા પ્રતિપક્ષ ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબ્બલ, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, મુકુલ વાસનિક, વિવેક તન્ખા સહિત 23 નેતાઓએ ઓગસ્ટના પહેલા અઠવાડીયામાં સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસમાં આતંરિક ઝગડા વધી રહ્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પત્ર લખનાર લોકો ભાજપના ઈશારા પર આ બધુ કરી રહ્યાં છે. ત્યારબાદ કપિલ સિબ્બલ ઘણા નારાજ થયા અને ગુલામ નબી આઝાદે પાર્ટીથી રાજીનામું આપવાની ધમકી આપી હતી.

 56 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર