કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો માત્ર દેખાડો અને છેતરપિંડી : માયાવતી

બસપા સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર કટાક્ષ કર્યો છે. તેમણે ટ્વિટ કરી ચૂંટણી ઢંઢેરાને વાયદાનો દેખાડો અને છેતરપિંડીવાળો ગણાવ્યો છે. માયાવતીએ કોંગ્રેસની સાથે સાથે ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે ભાજપના નેતાઓ પર જાતીવાદી અને વિવાદાસ્પદ નિવેદનનો આરોપ લગાવ્યો છે.

માયાવતીએ ટ્વિટમાં કહ્યું કે, લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનું ઘોષણા પત્ર પૂર્વ તેમના વાયદાઓ જે દેખાવો અને છેતરપીંડી વધારે લાગે છે. કોંગ્રેસની સતત વાયદા વિરૂદ્ધનું પરિણામ છે કે તેના વાયદાઓ પ્રતિ જનતાને વિશ્વાસ નથી. આમ તો આ મામલે કોંગ્રેસ અને ભાજપમાં કોઇ વધારે ફર્ક નથી.

વધુમાં તેમણે બીજા ટ્વિટમાં કહ્યું કે, ભાજપના નેતા ડરથી એટલા ભયભિત છે કે તેઓ જાતિવાદી તથા અનિયંત્રિત નિવેદન કરી રહ્યાં છે. ચૂંટણીમાં સારૂ રિઝલ્ટ દેખાડી તેમને મૂહતોડ જવાબ આપવાનો છે.

વધુમાં તેમણે બીજા ટ્વિટમાં કહ્યું કે, ભાજપના નેતા ડરથી એટલા ભયભિત છે કે તેઓ જાતિવાદી તથા અનિયંત્રિત નિવેદન કરી રહ્યાં છે. ચૂંટણીમાં સારૂ રિઝલ્ટ દેખાડી તેમને મૂહતોડ જવાબ આપવાનો છે.

 88 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી