September 23, 2020
September 23, 2020

અગ્નિકાંડ મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે મેયર અને કમિશનરને ઠેરાવ્યા જવાબદાર

શ્રેય હોસ્પિટલમાં આગ મામલે મેયર અને કમિશનરને જવાબદાર ઠેરવ્યા..!!!

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાતે એકાએક આગ ફાટી નીકળતા 8 કોરોના ગ્રસ્ત દર્દીઓ બળીને ભડથું થવાથી મોત નીપજ્યા છે. આ ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તો બીજી તરફ વિપક્ષ આ મુદ્દે ભાજપ તેમજ જવાબદાર પ્રશાસનને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બાદ કોંગ્રેસના ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે આગની ઘટના અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે, આઠ દર્દીઓના મોત ગંભીર બેદરકારી છે. આગની ઘટના માટે મેયર અને કમિશનર જવાબદાર છે. અને દર્દીઓના મોત મામલે હોસ્પિટલ તંત્ર સામે કડક પગલા ભરવા જોઈએ.

આ પહેલા અમિત ચાવડાએ ભાજપા સરકારને આડે હાથ લીધી હતી તેમણે કહ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારી સારવાર ન મળતી હોવાથી લોકોને  મજબૂરીથી લાખોના ખર્ચે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડે છે. લાખોનો ખર્ચ કર્યા બાદ પણ દર્દીની સેફ્ટીની કોઇ જ ગેરેન્ટી નથી હોતી. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સુરત આગ જેવી ઘટનામાંથી પણ સરકાર કેમ કંઇ શીખતી નથી અને સમયાન્તર ફાયર સેફ્ટી નિયમનો ચકાસણી  કરાવતી નથી. જેના કારણે  આખરે સરકારની ઉદાસીન નીતિ ભોગ નિર્દોષ લોકો બને છે.

શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતની પૂછપરછ કરવામાં આવી રહી છે. શ્રેય હોસ્પિટલ પૂર્વ કોંગ્રેસના મંત્રી વિજયદાસ મહંતના દિકરા ભરત મહંતની છે. ભરત મહંત 2019માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. આ સાથે ભૂતકાળમાં તેમના પણ છેડતીનો પણ આરોપ લાગ્યો હતો.

 121 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર