કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલે આપ્યું રાજીનામું

બહેરામપુરામાં ટિકિટ ફાળવણીને લઈ નારાજ

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. બહેરામપુરામાં ટિકિટ ફાળવણીને લઈ નારાજ હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામતાની સાથે જ રાજકીય ગરમા ગરમી પણ વધી ગઇ છે. ઉમેદવારો તમામ પક્ષોમાટે માથાના દુખાવા સમાન સાબિત થઇ રહ્યા છે. અલગ અલગ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત બાદ ખુબ જ અસંતોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે પક્ષ પલટાનો પણ દોર ચાલી રહ્યો છે. તો કેટલાક કદ્દાવર નેતાઓ પોતાના સમર્થકોને ટિકિટ નહી મળવાનાં કારણે પાર્ટી વિરોધી સુર પણ આલાપી રહ્યા છે. તેવામાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની નારાજગી પણ સામે આવી છે. 

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આખરે ભારે ચઢાવ ઉતાર વચ્ચે રાજીનામું આપી દીધું છે. ઈમરાન ખેડાવાલાએ કોંગ્રેસના નેતા અમિત ચાવડાને મળીને રાજીનામું આપી દીધું હોવાના અહેવાલ મળી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદ કોંગ્રેસમાં ભડકો થયો હોવાની માહિતી સામે આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પાર્ટી નેતાઓને રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી, પરંતુ તેમની રજૂઆત કોઈએ સાંભળી નહોતી અને આખરે તેઓએ રાજીનામું આપી દીધું છે.

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું રાજીનામું આપ્યા બાદ એક નિવેદન આપ્યું છે. ખેડાવાલાએ જણાવ્યું હતું કે, મેં ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. ઈમરાન ખેડાવાલાએ અમિત ચાવડાને રાજીનામું આપ્યું હતું. અત્રે નોંધનીય છે કે બહેરામપુરામાં ટિકિટ ફાળવણી મુદ્દે ઈમરાજ ખેડાવાલા નારાજ હતા હતા, કોંગ્રેસે નક્કી કર્યા બાદ બીજા ઉમેદવારને પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું જેથી તેઓ નારાજ હતા. પાર્ટીએ પહેલા 4 ઉમેદવારો નક્કી કર્યા હતા.

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર