કોંગ્રેસી ધારાભ્યની ઓફર – પ્રજાના કામો માટે રાજીનામું આપવા પણ તૈયાર

પાદરાના ધારાસભ્યએ કહ્યું – મારૂ રાજીનામું જોઇતું હોય તો લઇ લો પણ કામ શરૂ કરો

વડોદરા જિલ્લાના પાદરા મતવિસ્તારના કોંગ્રેસી ધારાસભ્યએ રાજીનામાની ચીમકી આપી છે. કોંગ્રેસના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે તિથોર આડબંધ અને પાદરા-જંબુસર ફોરલેન મંજૂર ન થતા નારાજ છે. આ બંને કામની ગત વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી ત્યારે જો આ બંને કામ પ્રજાના હિતમાં મંજૂર થતા હોય તો જશપાલસિંહે CMને હસતા મોંઢે રાજીનામું આપવાની તૈયારી દર્શાવી છે.

ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું કોંગ્રેસનો ધારાસભ્ય હોવાથી ગુજરાત સરકાર મારી સાથે સતત અન્યાય કરી રહી છે. 

તેઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પાસે પાદરાના બે મુખ્ય કામોની માગ વારંવાર કરી છે. છતાં કોંગ્રેસના ધારાસભ્ય હોવાથી મને અન્યાય થઈ રહ્યો છે. મેં સરકાર પાસે તિથોર આડ બંધ અને પાદરા જબુસર ફોર લેન બનાવવા અનેક વાર રજૂઆત કરી છે. જે પાદરાના પ્રાણ પ્રશ્નો છે અને લોકોની પણ માંગ છે છતાં પણ મને અન્યા કરવામાં આવે છે.

ત્યારે હવે હું સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે, સરકાર પાદરાના બે પ્રાણ પ્રશ્નોને મંજૂરી આપી બનાવી દેશે તો હું અને CM મને જણાવશે તો હસતા મોઢે રાજીનામું આપી દઈશ તેમ જણાવ્યું હતું. આ બાબતે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સાવલીમાં 308 કરોડના વિયર મંજૂર થયા છે તો પાદરાના 20 વર્ષથી લોકોની માંગ અને પ્રાણ પ્રશ્નો કેમ સરકાર ગણકારતી નથી. તેમ કહીં નારાજગી દર્શાવી હતી અને આ બાબતે ફરી વિચારણા કરવાની કરી માંગ હતી.

છેલ્લા ઘણાં સમયથી પાદરા સ્થિત આ કામને લઈને વિલંબ થઈ રહ્યો છે અને આ મુદ્દે ચૂંટણી પહેલાથી રાજકારણ ગરમાયેલું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી જ્યારે પ્રચાર માટે પાદરા ખાતે આવ્યા હતા તે સમયગાળા દરમિયાન તેમમે આ બંને કામને ઝડપથી કરાવી આપવા માટે ખાતરી ઉચ્ચારી હતી હવે જનતા અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા કામની ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસનાં ધારાસભ્ય જશપાલસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે મે રાજ્ય સરકાર પાસે માત્ર બે કામ માગ્યા હતા છતા પણ તે પુરા નથી કરી આપવામાં આવતા અને તેને લઈને અન્યાયની લાગણી ઉભી થઈ છે. તિથોર આડબંધ અને પાદરા-જંબુસર ફોરલેન મંજુર કરવાનુ કામને લઈને વિવાદ ઉભો થયા બાદ કોંગ્રેસનાં ધારાસભ્યએ નિવેદન આપતા જણાવ્યું કે C M જણાવશે તો હસતા મોઢે રાજીનામુ આપી દઈશ. આ સાથે જ સાવલીમાં 308 કરોડના વિયરનું કામ પણ મંજૂર નથી થઈ રહ્યું જેને લઈને પણ તે્મણે નારાજગી દર્શાવી હતી.

 68 ,  1