પ્રિયંકા ચતુર્વેદીએ સ્મૃતિ ઈરાનીની ઉડાવી ઠેકડી, કહ્યુ- ‘ક્યોંકી મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી’

કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ડિગ્રીને લઇ મજાક ઉડાવી છે. પ્રિયંકા ચતુર્વેદીએ સ્મૃતિ ઈરાનીના સોગંદનામામાં દર્શાવાયેલા એજ્યુકેશન પર ગીત ગાઈને નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું હતું કે, ‘ક્યોંકિ મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી’

સ્મૃતિ ઈરાનીના ડિગ્રી પર સવાલો ઉઠાવતા કોંગ્રેસની પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, ”હવે એક નવી સિરીયલ આવી રહી છે. ”ક્યૂકી મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી” જે ઓપનિંગ લાઈન છે જેમાં ભણતરના રૂપ પણ બદલાય છે, નવા નવા ઢાંચામાં જોવા મળે છે, એક ડિગ્રી આવે છે એક ડિગ્રી જાય છે, પછી નવા સોગંદનામા બને છે.”

આપને જણાવી દઇએ, કેન્દ્રીય મંત્રી અને અમેઠી લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ ગુરુવારે ચૂંટણી પંચને આપવામાં આવેલા સોગંદનામામાં દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ પુરો કર્યો ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી