જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત

જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણીને લઇ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલાએ ગઠબંધનની જાહેરાત કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી જમ્મુ અને ઉધમપુર બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે ખુદ ફારુક અબ્દુલા શ્રીનગરથી ચૂંટણી લડશે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના નેતાઓ વચ્ચે આયોજીત બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ, જમ્મુ-કાશ્મીરમાં છ બેઠક પર પાંચ તબક્કામાં મતદાન યોજાશે. ફારુક અબ્દુલાએ કહ્યું કે, અનંતનાગ અને વારામુલ્લામાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે દોસ્તીનો મુકાબલો થશે. તેમણે કહ્યું, લદ્દાખ બેઠકને લઇ હજૂ ચર્ચા ચાલી રહી છે. કોગ્રેસે પણ આ વાતનું સમર્થન આપ્યું છે.

ઉલ્લેખનિય છે કે, જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે બેઠકને લઇ સહમતિ બની છે. આ પહેલા કોંગ્રેસ અને પીડીપી વચ્ચે ગઠબંઘની ચર્ચાએ જોર પકડયું હતું જો કે હવે તે અટકળોનો અંત આવ્યો. મહેબૂબા મુફ્તીએ તમામ 6 બેઠકો પર ચૂંટણી લડવાની ઘોષણા કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની સાથે ગઠબંધનને લઇ કોઇ વાતચીત થઇ નથી અને જે કઇ ચર્ચા હતી તે ફક્ત અફવાઓ હતી

 99 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી