કોંગ્રેસના 51 સાંસદો સામે રાહુલ ગાંધી અડગ, કહ્યું- અધ્યક્ષ પદ સંભાળવા માંગતો નથી

યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બુધવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠક થઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. બેઠકમાં કોંગ્રેસના 51 સાંસદ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું પરત લેવા માટે મનાવી શક્યા નથી. રાહુલ ગાંધીએ પાર્ટી સાંસદોને કહ્યું છે કે, તેઓ અધ્યક્ષ નહીં રહે.

રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેવાની અનિશ્ચિતતાઓ વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે રવિવારે કહ્યું કે ગાંધી પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ બની શકે છે. પરંતુ ગાંધી પરિવારે સંગઠનની અંદર સક્રિય રહેવું પડશે. તેમણે દાવો કર્યો કે ભાજપનું લક્ષ્ય ‘ગાંધી મુક્ત કોંગ્રેસ’ છે જેથી કરીને ‘કોંગ્રેસ મુક્ત ભારત’નો તેમનો ઉદ્દેશ્ય પૂરો થઈ શકે. ઐય્યરે કહ્યું કે જો રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ બની રહે તો સૌથી સારું રહેશે પરંતુ આ સાથે જ રાહુલની ઈચ્છાઓનું પણ સન્માન થવું જોઈએ.

કોંગ્રેસ સાંસદ શશિ થરુર અને મનીષ તિવારીએ રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ પર રહેવાની તરફેણ કરતા કહ્યું છે કે, હાર માત્ર તમારી જવાબદારી નથી, તે સામૂહિક જવાબદારી છે. તેમ છતા રાહુલ ગાંધી હારની નૈતિક જવાબદારી પોતાની ગણીને હવે અધ્યક્ષ પદ પર રહેવા માંગતા નથી. બેઠકમાં દરેક 51 સાંસદોએ અપીલ કરી હતી પરંતુ રાહુલ ગાંધીએ બધાની વાત માનવાનો ઈનકાર કરી દીધો હતો.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી