કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: 2020 સુધી 22 લાખ ખાલી સરકારી પદો પર થશે ભરતી

કોંગ્રેસે સામાન્ય લોકસભા ચૂંટણી 2019 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. કોંગ્રેસે સત્તામાં આવવા પર 20 ટકા ગરીબો માટે ‘ન્યૂનતમ આવક યોજના’ શરૂ કરવાનું વચન આપ્યું છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે આજે અમારા માટે ઐતિહાસિક દિવસ છે.

તેમણે કહ્યું લોકોની આશા અને ભવિષ્ય સાથે જોડાયેલું ઘોષણાપત્ર જાહેર કરવામાં આવી રહ્યું છે. જેને અનેક લોકો સાથે ચર્ચા કરીને તૈયાર કરાયું છે. આ મેનિફેસ્ટોનો હેતુ ગરીબો માટે કામ કરવાનો છે, જેમાં મહિલાઓ, ખેડૂત પર ફોકસ કરાયું છે. તેઓએ કહ્યું કે તેમની ચર્ચા પૂરા દેશમાં હશે અને દરેક લોકો આ મુદ્દે વાત કરશે.

કોંગ્રેસના મેનિફેસ્ટાના મહત્વના મુદ્દા

  • ભારતના 20 ટકા ગરીબોના ખાતામાં વર્ષે રૂ. 72 હજાર તેમના ખાતામાં જમા કરીશું.
  • ખેડૂતો જો પોતાની લોન ન ચૂકવી શકે તો તેને ક્રિમિનલ ઓફેન્સ નહીં ગણવામાં આવે. તેને સિવિલ ઓફેન્સ ગણાવામાં આવશે.
  • માર્ચ 2020 સુધી આ તમામ જગ્યાઓને ભરી દઈશું. આ ઉપરાંત 10 લાખ યુવાઓને ગ્રામ પંચાયતમાં રોજગારી આપીશું.
  • GDPના 6 ટકા પૈસા શિક્ષણ પાછળ વાપરવામાં આવશે. અમને ખાનગી ઇન્સ્યોરન્સ પર ભરોસો નથી આથી કોંગ્રેસ સરકારી હોસ્પિટલોને મજબૂત કરશે.
  • નવો બિઝનેસ શરૂ કરવા માટે આજકાલ યુવાઓએ અનેક જગ્યાએ મંજૂરી લેવી પડે છે. અમારી સરકાર આવશે તો ત્રણ વર્ષ માટે હિન્દુસ્તાનને યુવાઓને બિઝનેસ ખોલવા માટે કોઈ મંજૂરી લેવી નહીં પડે.
  • ગરીબમાં ગરીબ વ્યક્તિને હાઇક્વોલિટી હોસ્પિટમાં સુવિધા મળશે.
  • મનરેગા યોજના હેઠળ 100 દિવસની રોજગારીની ગેરંટીમાં હવે દિવસોની સંખ્યા 150 કરીશું. ખેડૂતો માટે અલગથી બજેટ હશે.

 39 ,  3