‘ગુજરાત આજે રામ ભરોસે જીવી રહ્યું છે’ : સર્વપક્ષીય બેઠક બોલાવવા કોંગ્રેસે કરી ભલામણ

કોરોનાની મહામારીને રોકવા સરકાર આગોતરા આયોજન વિશે શ્વેત પત્ર જાહેર કરે

કોંગ્રેસ નેતાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોનાની સારવાર અંગેના સરકારને કેટલાક સવાલો કર્યા છે. કેવી રીતે દરેક વ્યક્તિને જરૂરિયાત હોય ત્યારે સસ્તા અને સરળ રીતે ઈન્જેક્શ મળી શકે?આ તમામ અંગેની વિગતો સાથે રાજ્ય સરકાર તાત્કાલિક પત્ર બહાર પાડે તે અંગેની માંગણી કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસ કહેર બનીને વર્તાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં રોજ રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે. એવામાં હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 9099902255 શરૂ કર્યો છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસ અમદાવાદ તથા સુરતમાં કોંગ્રેસ કાર્યાલયોમાં 50-50 બેડના કોવિડ કેર સેન્ટરો પણ શરૂ કરશે. જે માટે તેમણે સરકાર અને કમિશનર પાસે મંજૂરી માગી છે. સાથે જ ઈન્જેક્શનોનું કોંગ્રેસ દ્વારા મફત વિતરણ કરવાની તથા સરકાર દ્વારા શ્વેત પત્ર જાહેર કરવામાં આવી તેવી માગણી અમિત ચાવડાએ કરી છે.

અમદાવાદ-સુરતમાં કોંગ્રેસ શરૂ કરશે કોવિડ કેર સેન્ટર
રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. એવામાં હવે ગુજરાત કોંગ્રેસ દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવા માટે સરકારને ભલામણ કરાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કે જાહેરાત કરી હતી કે, સુરત અને અમદાવાદમાં બે નવા કોવિડ કેર સેન્ટર શરૂ કરવા ભલામણ કરાઈ છે. અમદાવાદમાં પાલડી રાજીવ ગાંધી ભવન ચોથા માળે 50 બેડ ઉભા કરવા કોંગ્રેસ તૈયાર છે.

10 રેમડેસિવિર ઈન્જેક્શન ગરીબોને મફત આપશે

તેમણે વધુમાં કહ્યું કે, માત્ર સરકાર મંજૂરી આપે કોંગ્રેસ તૈયાર છે. કોંગ્રેસે જિલ્લા કાર્યાલયમાં પણ કોવિડ કેર સેન્ટર ઉભા કરવા સરકાર ભલામણ કરી છે. સાથે તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ તમામ કાર્યલાય વિના મુલ્યે આપવા તૈયાર છે.’ ઈન્જેક્શન પર સી.આર પાટીલનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, અમુક લોકો ઈન્જેક્શનો લઈ લોકોને દબાવી રહ્યા છે, અને પોતાનો રાજકીય લાભ પાર પાડી રહ્યા છે. કોંગ્રેસ પક્ષને 10 હજાર ઇન્જક્શન આપવામાં આવે, કોંગ્રેસ ગામ ગામે સુધી નિઃશુલ્ક આ ઇન્જેક્શન હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરો દ્વારા આપશે. સાથે જ અમે એન્ટીજન ટેસ્ટ માટે ડોમ બનાવવા માટે તૈયાર છીએ. કોંગ્રેસ ડોમને ખર્ચે ઉપાડવા તૈયાર છે.

 20 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર