કોંગ્રેસે જાહેર કરી 35 ઉમેદવારોની વધુ એક યાદી, રાજ બબ્બર ફતેહપુર સીકરીથી લડશે ચૂંટણી

કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાની વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસે 35 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં યૂપીના પ્રમુખ રજ બબ્બરની સીટ બદલવામાં આવી છે. રાજ બબ્બરે 2014 લોકસભા ચૂંટણીમાં મુરાદાબાદથી ઉમેદવારી નોંધાવી હતી. આ વખતે પાર્ટીએ તેમને ફતેહપુર સીકરીની સીટ ફાળવી છે. હવે મુરાદાબાદ સીટથી શાયર ઇમરાન પ્રતાપગઢી ચૂંટણી લડશે.

યૂપીના બિજનૌરથી ઇન્દ્રા ભટ્ટીની જગ્યાએ નસીમુદ્દીન સિદ્દીકીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે મેરઠમાં આઈએએસ રહેલ પ્રીતા હરિતને આગ્રાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસીની યાદીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રેણુકા ચૌધરી અને વિક્રમાદિત્ય સિંહનું પણ નામ છે. વિક્રમાદિત્ય સિંહ પૂર્વ કેન્દ્રીય મંત્રી કરણ સિંહના દીકરા છે. તેમને જમ્મૂ કાશ્મીરના ઉધમપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રેણુકા ચૌધરી તેલંગાનાની ખમ્મમ સીટથી ચૂંટણી લડશે.

 49 ,  3