કોંગ્રેસનો યેદિયુરપ્પા પર ગંભીર આરોપ, બીજેપી નેતાઓને આપ્યા 1800 કરોડ રૂપિયા

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ યેદિયુરપ્પા પર ગંભીર આરોપ લગાવ્યો છે. યેદિયુરપ્પાએ બીજેપી નેતાઓને કરોડો રૂપિયા આપ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં આ મામલે પુરાવા હોવાનો પણ સુરજેવાલાએ દાવો કર્યો છે. એક પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ પ્રવક્તાએ આ વાતની સ્પષ્ટતા કરી હતી.

વધુમાં યેદિયુરપ્પાની ડાયરીનો ઉલ્લેખ કરતાં સુરજેવાલાએ કહ્યું કે, યેદિયુરપ્પા કર્ણાટકના સીએમ પદ પર હતા ત્યારે બીજેપી નેતાઓને કરોડો રૂપિયા આપ્યા. સુરજેવાલાએ કારવાંના રિપોર્ટના હવાલાથી કહ્યું કે, મોદી સહિત તેમના કેબિનેટના તમામ મંત્રીઓ પર 1800 કરોડ રૂપિયાની લાંચનો આરોપ છે. ઓ એ લોકો છે જે દેશ ચલાવે છે.

સુરજેવાલાએ કહ્યું કે ડાયરી અનુસાર 2690 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી પરંતુ બીજેપીને 1800 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. યેદિયુરપ્પા તે સમયે કર્ણાટકના સીએમ હતા.

 27 ,  3