કોંગ્રેસે નવજોત સિંહ સિદ્ધુને મનાવવા માટેનો તખ્તો કર્યો તૈયાર

પંજાબ કોંગ્રેસમાં વિવાદ શમ્યો, CM પદે કેપ્ટન યથાવત

કોંગ્રેસ શાસિત પંજાબમાં વિવાદોનો અંત આવ્યો હોય એવું લાગે છે. પક્ષથી નારાજ ચાલી રહેલા નવજોત સિંહ સિદ્ધુને મનાવવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. આ અંગે હરીશ રાવતે મોટું નિવેદન આપતા કહ્યું કે, કેપ્ટન અમરિન્દર સિંહ પંજાબના મુખ્યમંત્રી પદ પર યથાવત રહેશે જ્યારે નવજોત સિંહ સિદ્ધુને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે. આવનારાં સમયમાં કોંગ્રેસ બે કાર્યકારી પણ બનાવી શકે છે. જે પૈકી એક હિન્દુ સવર્ણ અને એક દલિત સમુદાયના નેતા હશે.

હરીશ રાવતે કહ્યું હતું કે પંજાબમાં હવે કોઈ મતભેદ નથી. કેપ્ટન અમરિન્દર સિંહ અને સિદ્ધુ બંને પાર્ટીમાં એકબીજાના મહત્વને સમજે છે. બંનેણે સાથે મળીને કામ કરવું જરૂરી છે. રહી વાત સિદ્ધુના ટ્વીટ્સની, તો એમની તો સ્ટાઇલ જ એવી છે જે કે વખાણ પણ આલોચના લાગી શકે છે પરંતુ એ તો હવે કોઈ બદલી શકે એમ નથી.

પંજાબમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા કેપ્ટન અમરિન્દર સિંહની કેબિનટેમાં કેટલાય નવા ચહેરાને એન્ટ્રી મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે હજુ એક બે દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીના વખાણ કરતી ટ્વીટ્સ કરી નવજોત સિંહ સિદ્ધુ ચર્ચામાં રહ્યા હતા. જેને પગલે એવી પણ અટકળો શરૂ થઈ ગઈ હતી કે સિદ્ધુ કોંગ્રેસનો પંજો છોડીને આપનો ખેસ ધારણ કરશે.

 53 ,  1