15 દિવસનું લૉકડાઉન કરો, સ્મશાનમાં વેઈટિંગ છે – વ્યવસ્થાનો અભાવ છે : વડોદરા કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત

કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે સ્મશાનગૃહોની મુલાકાત લઈ મોતનો આંકડો મેળવ્યો

વડોદરા શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાને કારો કહેર વર્તાવો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોનામાં મૃત્યુઆંક વધી જતાં સ્મશાનોમાં 24 કલાક સળગી રહેલી ચિતાઓને કારણે સર્જાતાં ભયાનક દૃશ્યોને કારણે અસ્થિઓ લેવા જવા માટે પણ પરિવારજનો ગભરાઈ રહ્યાં છે. કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના અંતિમસંસ્કાર માટે લાઈનો લાગતી હોવાથી સ્મશાનોમાં કામ કરતા સ્વયંસેવકો દ્વારા ઝડપભેર ચિતાઓ ખાલી કરવામાં આવી રહી છે. ચિતા ખાલી થયા બાદ વેઇટિંગમાં રહેલા મૃતદેહોના અંતિમસંસ્કાર આપવામાં આવી રહ્યા છે.

વડોદરામાં કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવત સ્મશાનગૃહ પહોંચ્યા હતા. તમામ સ્મશાનગૃહમાં વિઝિટ કરી મોતનો આંકડો મેળવ્યો હતો. સાથે નરેન્દ્ર રાવતે કહ્યું કે, વડોદરામાં 15 દિવસનું લોકડાઉન લગાવી દેવું જોઈએ. નરેન્દ્ર રાવત સહિત કોંગ્રેસ આ મામલે તંત્રને રજૂઆત કરશે. કોંગ્રેસ નેતાએ કહ્યું, શહેરમાં કોરોનાને લઈ થતા મોતનો આંકડો ચિંતાજનક છે.

વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેમાં એક દિવસમાં વધુ 395 કેસ નોંધાયા છે. અત્યાર સુધી શહેરમાં કોરોનાના 31,106 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં 5678 સેમ્પલમાંથી 395 કેસ પોઝિટિવ નોંધાયા હતા. તો શહેરમાં હાલ વડોદરામાં 111 દર્દીઓની હાલત ગંભીર છે.

વડોદરામાં હાહાકાર મચાવી રહેલા કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી સ્મશાનોમાં મૃતકોના અંતિમસંસ્કાર માટે કતારો લાગી રહી છે. વડોદરાના ખાસવાડી સ્મશાન સહિત જ્યાં કોરોનાના મૃતકોના અંતિમસંસ્કાર કરવામાં આવે છે એ તમામ સ્મશાનોમાં અસ્થિઓ ભરેલાં પોટલાંના ઢગલા થઈ ગયા છે. પોટલાંમાં બંધ અસ્થિઓ મોક્ષપ્રાપ્તિની રાહ જોઇ રહ્યાં છે.

 19 ,  1