પંજાબ મ્યુનિસિપલ ચૂંટણીમાં BJPના સૂપડા સાફ..!! કૉંગ્રેસનો દબદબો

કૉંગ્રેસનાં વાવાઝોડામાં BJPના સૂપડા સાફ, તૂટ્યો 53 વર્ષનો રેકૉર્ડ

પંજાબ સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસની પ્રચંડ જીત મળી છે તો બીજી તરફ ભાજપને નિરાશા મળી છે. બુધવારના જાહેર કરવામાં આવેલા પરિણામોમાં નગર નિગમ અને નગર પંચાયતોમાં કૉંગ્રેસ પાર્ટીનો દબદબો જોવા મળ્યો. કૉંગ્રેસ પાર્ટીએ બાટલા, ભટિંડા, મોગા, કપૂરથલા, પઠાણકોટ નગર નિગમમાં જીત મેળવી છે. કૉંગ્રેસે અત્યાર સુધી 98 મ્યુનિસિપલ કાઉન્સિલમાં જીત નોંધાવી છે. આ મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો એ માટે પણ ખાસ છે, કારણ કે કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂત આંદોલનની શરૂઆત પંજાબથી જ થઈ હતી. આવામાં આને કૃષિ કાયદાઓ પર એક લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહ્યું હતુ.

ખેતી કાયદા વિરુદ્ધ ચાલી રહેલ પ્રદર્શન વચ્ચે પંજાબમાં થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે ભાજપને નિરાશા જોવા મળી રહી છે. આવતા વર્ષે થનારા વિધાનસભા ચૂંટણી પહેલાની અગ્નિ પરીક્ષાના રૂપમાં કોંગ્રેસને ભવ્ય જીત થઇ છે.

  • બાટલા મ્યુનિસિપલ કાઉન્સિલ: કૉંગ્રેસ 35, અકાલી દળ 6, બીજેપી 4, AAP 3, અપક્ષ 1
  • મોગા મ્યુનિસિપલ કાઉન્સિલ: કૉંગ્રેસ 20, અકાલી દળ 15, બીજેપી 1, AAP 4, અપક્ષ 10
  • કપૂરથલા મ્યુનિસિપલ કાઉન્સિલ: કૉંગ્રેસ 37, અકાલી દળ 1, બીજેપી 11, અપક્ષ 1
  • અબોહર મ્યુનિસિપલ કાઉન્સિલ: કૉંગ્રેસ 49, અકાલી દળ 1

કૉંગ્રેસ નેતા મનપ્રીત સિંહ બાદલે પણ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ભટિંડામાં પણ કૉંગ્રેસ પાર્ટીની જીત થઈ છે. આ લગભગ 53 વર્ષ બાદ થયું છે જ્યારે ભટિંડામાં કૉંગ્રેસ પાર્ટીનો મેયર બનશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભટિંડા મ્યુનિસિપલ કાઉન્સિલમાં શિરોમણિ અકાલી દળનો કબજો હતો. આ વખતની મ્યુનિસિપલ ચૂંટણી ખેડૂત આંદોલન દરમિયાન થઈ રહી છે. કેન્દ્ર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ કાયદાઓની વિરુદ્ધ પંજાબથી જ આંદોલનની શરૂઆત થઈ હતી. અહીં અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટીનો પણ જોરદાર વિરોધ થયો હતો.

ઉલ્લેખનીય છે કે પંજાબમાં 14 ફેબ્રુઆરીના મ્યુનિસિપલ ચૂંટણી માટે વોટ નાંખવામાં આવ્યા હતા. આ વખતે 71 ટકા મતદાન થયું હતુ. ચૂંટણીમાં કુલ 9222 ઉમેદવારોએ કિસ્મત અજમાવ્યું હતુ. રાજ્યમાં સૌથી વધારે ઉમેદવાર અપક્ષના હતા, જ્યારે રાજકીય દળોમાંથી સૌથી વધારે કૉંગ્રેસે (2037) ઉમેદવાર ઉતાર્યા હતા, જ્યારે બીજેપીએ ફક્ત 1003 ઉમેદવારો જ મેદાનમાં ઉતાર્યા હતા. પંજાબમાં 2022માં વિધાનસભાની ચૂંટણી પણ થવાની છે, આવામાં આ પરિણામો ઘણા મહત્વના છે.

જણાવી દઇએ, પંજાબમાં 14 ફેબ્રુઆરીએ 117 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ હતી. જેમાથી 109 નગરપાલિકા અને નગર પંચાયત છે. તો બીજી બાજુ 8 નગર નિગમનો સમાવેશ છે. આઠ નગર નિગમ અબોહર બાથિંડા, બાટલા, કપૂરથલા, મોહાલી, હોશિયારપુર, પઠાણકોટ અને મોગાના 2252 વોર્ડ અને 109 નગર પાલિકા પરિષદના પરિણામોના ચિત્ર સ્પષ્ટ જોવા મળી રહ્યા ચે. જેમાં કોંગ્રેસ બહુમત તરફ છે.

 144 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર