અમદાવાદ દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની જીત, ભાજપનો પરાજય થતાં મહિલા કાર્યકર રડી પડ્યા..

મહેનત બાદ પણ પરિણામ ના મળતા મહિલા કાર્યકર ભાવુક થઈ ગયા 

અમદાવાદ સહિત અન્ય મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પુરજોશમાં થઇ રહી છે. છ મનપામાં 576 બેઠકો પર 2276 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે. ત્યારે શરૂઆતના રૂઝાનમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. સાથે ઓવૈસીની પાર્ટી અને આપે પણ ખાતુ ખોલાયુ છે.

તો બીજી તરફ અમદાવાદ દરિયાપુર વોર્ડમાં ભાજપનો પરાજય થયો છે. કોંગ્રેસની બહુમત સાથે જીત થઇ છે. પરાજય થતા જ મહિલા કાર્યકર રડી પડ્યા હતા. મહેનત બાદ પણ પરિણામ ના મળતા મહિલા કાર્યકર ભાવુક થઈ ગયા હતા. 25 વર્ષની મહેનત બાદ પણ પરિણામ ના મળતા મહિલાની આંખો ભીંજાઈ ગઈ હતી. 

જણાવી દઇએ, હાલ કોંગ્રેસે બે બેઠક દાણી લીમડા અને દરિયાપુરમાં જીત હાંસલ કરી છે. જ્યારે 9 બેઠક પર ભાજપનો વિજય થયો છે. સરદાર નગર, ગોતા, ખોખરા અને નવા વાડજમાં ભાજપની જીત થઈ છે. અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે. સાથે જ ભાજપે વસ્ત્રાલમાં પણ જીત હાંસલ કરી છે. સઈઝપુર બોઘા અને જોધપુર વોર્ડમાં અને નવરંગપુરામાં પણ ભાજપ જીતી છે.  ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી.

 230 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર