કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ સ્ટેજ પર લાજ કાઢીને ભાષણ આપ્યું…

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હાલમાં સોશિયલ મીડિયામાં તેમના વાયરલ વીડિયોને લઈ ચર્ચામાં છે. એક જાહેર સભામાં તેઓ ઘૂંઘટ પહેરીને ભાષણ આપતા જોવા મળી રહ્યા છે જેને લઈ ચો તરફ ચર્ચાઓ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, દિયોદરના કોતરવાડા ગામે એક લાયબ્રેરીના ઉદ્ધાટન પ્રસંગમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ ગામ તેમનું સાસરુ હોવાના કારણે તેમણે વડીલોની મર્યાદા જાળવવા અને સમાજિક પરંપરા જળવાઈ રહે તે માટે જાહેર મંચ પર ઘૂંઘટમાં ભાષણ આપ્યું છે.

હજી પણ આંતરિયાળ વિસ્તારો અને ગ્રામિણ વિસ્તારોમાં લોકો સામાજિક પરંપરાઓને એટલું જ મહત્વ આપે છે. ત્યારે પોતાની સાસરીના એક કાર્યક્રમમાં હાજરી દરમિયાન ખૂદ ધારાસભ્ય પણ આ પરંપરા જાળવી રાખતા ઘૂંઘટમાં ભાષણ આપતા નજરે પડી રહ્યા છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી