જ્યોતિરાદિત્ય સિંધિયાએ આર્ટિકલ 370 હટાવવાના સમર્થનમાં, કહ્યું આ નિર્ણય રાષ્ટ્રહિતમાં

જમ્મૂ કાશ્મીરથી કલમ 370 હટાવવા મામલે કોંગ્રેસમાં બે જુથમાં વહેંચાઇ ગઇ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોદી સરકારનું સમર્થન કર્યું છે. સિંધિયાએ કહ્યું કે, ‘આ નિર્ણય રાષ્ટ્રહિત માટે લેવાયો છે અને હું એને પૂર્ણ સમર્થન કરું છું’. કલમ 370 મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંસદમાં તેનો વિરોધ કરી રહ્યા છે તો યુવા નેતા તેનું સમર્થન કરી રહ્યા છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કરતા લખ્યું કે, ‘જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને લઇને ઉઠાવવામાં આવેલા ભારત દેશમાં તેના પૂર્ણ રૂપથી એકીકરણનો હું સમર્થક છું. જો સંવિધાનિક પ્રક્રિયાનું પૂર્ણ રૂપે પાલન થયું હોત તો સારું હતુ, સાથે કોઈ પ્રશ્નો પણ ઉપસ્થિત ના થયા હોત. પરંતુ આ નિર્ણય રાષ્ટ્ર હિતમાં લેવામાં આવ્યો છે અને હું આનું સમર્થન કરું છું.”

ઉલ્લેખનિય છે કે, આ પહેલા મિલિંદ દેવડા, દીપેન્દ્ર હુડ્ડા, જનાર્દન દ્વિવેદી 370ના હટાવવવાના સમર્થનમાં બોલી ચૂક્યા છે. કોંગ્રેસ પાર્ટી ભલે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બીલનો વિરોધ કરી રહ્યાં હોય, પરંતુ કોંગ્રેસના જ નેતાઓ મોદી સરકારના આ નિર્ણયનું સમર્થન કરતા જોવા મળી રહ્યાં છે.

દીપેન્દ્ર હુડ્ડાએ ટ્વિટર પર લખ્યું હતુ કે, ‘મારું વ્યક્તિગત મંતવ્ય છે કે 21મી સદીમાં કલમ 370નો કોઈ મતલબ નથી અને આને હટાવવી જોઇએ. આવું ફક્ત દેશની અખંડતા માટે નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીર જે આપણા દેશનું અભિન્ન અંગ છે તેના હિતમાં પણ છે. રહવે સરકારની જવાબદારી છે કે આને શાંતિ અને વિશ્વાસથી ઉપયોગમાં લાવે.”

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી