કોંગ્રેસનું બ્રહ્મજ્ઞાન- સત્યમ શિવમ સુંદરમ.. મૈ ભી હિન્દુ…

સંત રાહુલેશ્વર સમજાવે છે-કોણ હિન્દુ..કોણ હિન્દુત્વવાદી..!

135 વર્ષ જુના પક્ષે મંદિરોને કર્યા સાષ્ટાંગ પ્રણામ..

હાથમ.. જોડમ..અપીલમ..-વોટમ ફોરમ પંજામ..!!!

રાહુલ ઉવાચ-ગાંધીજી હિન્દુ અને ગોડસે હિન્દુત્વવાદી..

દેખો ભૈયા યે એક સચ્ચાઇ હૈ..હમ હિન્દુ હૈ..ઔર વે..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

હિન્દુ ધર્મ દુનિયાનો પ્રાચીનતમ ધર્મ માનવામાં આવે છે. વિકિપિડિયાબાબા કહે છે કે, હિન્દુ ધર્મ એક ધર્મ..અથવા જીવનશૈલી છે.., જીવન જીવવાની એક પધ્ધતિ છે અને દુનિયામાં ભારત ઉપરાંત નેપાળ, મોરેસિયસ, સૂરીનામ અને ફિજી વગેરે. દેશોમાં 100 કરોડ કરતાં વધારે તેના અનુયાયીઓ છે કે જેઓ હિન્દુ ધર્મનુ પાલન કરે છે. હિન્દુ ધર્મના કોઇ સ્થાપક નથી તે ભારતની વિભિન્ન સંસ્કૃતિઓ અને પરંપરાઓનું સંમિશ્રણ છે.

રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભગવદ ગીતા, ઉપનિષદ વગેરે. તેના મહાન ગ્રંથો છે. ભારતનું મૂળ નામ હિન્દુસ્તાન છે. હજુ આજે પણ રાજકિય નેતાઓ અને દેશભક્તિની ફિલ્મોમાં અભિનેતાઓ હિન્દુસ્તાન…શબ્દનો ઉપયોગ કરે છે. હિન્દુ શબ્દની ઉત્પતિ સિન્ધુ નદી કિનારે 5 હજાર વર્ષ પહેલા વિકસેલી સિન્ધુ સંસ્કૃતિ પરથી અપભ્રંશ થઇને સિન્ધુ..સિન્દુ…ઇન્દુ અને પછી હિન્દુ નામ ચલણમાં આવ્યું હોવાનું મનાય છે..

હિન્દુ ધર્મની સામે અનેક પડકારો આવ્યા અને તમામ પડકારોનો સામનો કરીને હિન્દુ ધર્મ ટકી રહ્યું છે. શું હાલમાં 21મી સદીના ત્રીજા દાયકાની શરૂઆતમાં હિન્દુ ધર્મ સામે વળી કોઇ નવો કોઇ પડકાર આવ્યો છે કે કોઇએ નવો રાજકિય અવતાર ધારણ કરવા સત્તાબાબાની કંઠી પહેરી છે..?! જા બચ્ચા…દુજો કો છોડ હિન્દુ કી. ઔર .હિન્દુ ધર્મ કી ખુલ કે સચ્ચે મન સે બાત કર….તેરા કલ્યાણ હોગા….(આશિર્વાદ આપતી વખતે સત્તાબાબા મનમાં બોલ્યા પણ હશે-તેરા કલ્યાણ હોગા કી નહીં યે તો જનતા જાને લેકિન તેરે સામને વાલે કા કલ્યાણ તો અવશ્ય હોના હી હૈ..)

રણબાંકૂરોની અલબેલી કેસરી ધરતી રાજસ્થાનમાં ગુલાબી નગરી જયપુરની એક વિશાળ રેલીમાં કોંગ્રેસના રાહુલ ગાધીએ મોંઘવારી હટાવો-ભાજપ ભગાવો..ની રેલીમાં મોંઘવારીને બદલે અગાઉથી લખાયેલી પટકથા અનુસાર હિન્દુ કૌન હૈ…હિન્દુત્વવાદી કૌન હૈ…નો ધર્મ ભેદ અને કર્મ ભેદ એક સંતબાબાની અદામાં સમજાવ્યુ ત્યારે મંચ પર બિરાજમાન તેમના માતા સોનિયા સહિતના નેતાઓ સિવાય મંચ સામે રેલીમાં હાજર સામાન્યજનને નવાઇ લાગી હશે કે આ શું…રાહુલ રાજકિય રેલીને કોઇ ધાર્મિક કાર્યક્રમ સમજી ઉપદેશ આપવા બેસી ગયા કે શું…!? મંચ પર બિરાજમાન કોંગ્રેસના નેતાઓને તો ખબર જ હતી કે જયપુરની રેલીના એક દિવસ પછી 13મી ડિસે.ના રોજ દિવ્ય કાશી-ભવ્ય કાશી કાર્યક્રમની સામે જયપુરની રેલીમાં રાહુલે રાજકિય સંદેશો આપ્યો- દેખો ભૈયા…અમે જ હિન્દુ…અને ભાજપાવાળા હિન્દુત્વવાદી…..અમે ગાંધીજીવાળા અને સામેવાળા ગોડસેવાળા…ઔર યે સચ્ચાઇ હૈ…!

કોંગ્રેસના અને ગાંધી પરિવારમાં આવેલા નવા આમૂલ ધાર્મિક પરિવર્તનથી ભાજપને કદાજ નવાઇ નહીં લાગી હોય કેમ કે 2017થી રાહુલે પોતાના નેતાઓને પૂછવાનું શરૂ કર્યુ છે-દેખો ભૈયા..યહાં કોઇ મંદિર-વંદિર હૈ ક્યાં..ચલો વહાં ચલતે હૈ….દર્શન કરતે હૈ…પ્રસાદ ખાતે હૈ…હિન્દુ ધર્મ કે ગુણ ગાતે હૈ….ક્યોંકિ પાર્ટી ચલાના હૈ…આગે બઢાના હૈ..નયા રંગરૂપ બતાના હૈ…સત્તા ભી લેના હૈ…તો ભૈયા…હિન્દુસ્તાન કી યે એક સચ્ચાઇ હૈ કી એક હિન્દુ ધર્મ હી હૈ જો સત્તા કી સીઢીયો તક જાતા હૈ…સત્યમ ..શિવમ..સુંદરમ…ચલતમ..મંદિરમ…દર્શનમ…હાથમ જેોડમ..અપીલમ-વોટમ ફોરમ પંજામ…વોટ ફોર હિન્દુ…!!!

જયપુર બાદ અમેઠીમાં રાહુલની સાથે પ્રિયંકા ગાંધીએ પણ પદયાત્રા કરી અને મંચ પરથી બન્ને જણાએ ભાષણ કર્યું. પ્રિયંકાએ મહિલાઓની વાત કરી તો રાહુલે લોકોના મનમાં કોંગ્રેસની છાપ એક હિન્દુ પાર્ટી તરીકેની પ્રસ્થાપિત કરવાના રાજકિય એજન્ડાના ભાગરૂપે જયપુરવાળી વાણી ઉવાચ- મેં હિન્દુ…યહાં સબ આયે હુયે સબ હિન્દુ..ગાંધીજી ભી હિન્દુ. લેકિન સચ્ચાઇ કે સિપાહી ગાંધીજી કો તીન ગોલિયા ઉનકી છાતી મેં મારનેવાલા ગોડસે હિન્દુ નહીં લેકિન હિન્દુત્વવાદી…હૈ…

રાહુલ ફેરવી ફેરવીને ભાજપને વોટ આપનારા કોંગ્રેસના મૂળ મતદારોના મનમાં એવુ ઠસાવવા મથી રહ્યાં છે-મચી રહ્યાં છે કે અમે હિન્દુહિતની વાત ના કરી એટલે તમે સામે જતાં રહ્યાં પણ હવે અમે પણ હિન્દુ…સાચા હિન્દુ…સત્યાગ્રહવાળા હિન્દુ.. નહીં કે ભાજપની જેમ સત્તાગ્રહવાળા હિન્દુત્વવાદી….! એટલે મેરે પાસ આઓ મેરે દોસ્તો એક કિસ્સા સુનાઉ…એક હૈ ભગવાન રામજી…ઉનકા મૈં સચ્ચા સિપાહી… મૈ હિન્દુ…, લેકિન વો હિન્દુત્વવાદી..!

રાહુલને ખબર જ છે કે રાજકિય પંડિતો ચકિત થઇ ગયા છે કે કોંગ્રેસ કો યે ક્યા હો ગયા હૈ…એકદમ સે પલટી માર દી…પલટુબાબા…? રાહુલના આ નવા અવતારને…હમ હી હિન્દુ…વાળા અવતારને હજુ ભાજપમાં સુપ્રિમ સ્તરેથી કડક જવાબ મળ્યો નથી અને જ્યારે કેસરિયો જવાબ મળશે ત્યારે…રાહુલ હિન્દુ અને હિન્દુત્વવાદીના નવા મુદ્દાની વાત ભૂલી જશે..ભૂલ ગયા સબકુછ…યાદ નહી અબકુછ…યે ક્યા હુવા….કૈસે હુવા..કબ હુવા..ક્યો હુવા…ઓ છોડો યે ન પૂછો….

કોઇ સંતજ્ઞાની મહાત્મા દિવ્ય અને ભવ્ય પુરૂષ વ્યાસપીઠ પર બિરાજમાંન થઇને શાસ્ત્રાર્થની જેમ હિન્દુ ધર્મ અંગે સાક્ષાતકાર કરે…સાદી સમજણ આપે…ભેદ સમજાવે તો સમજવાનો પ્રયાસ કરીએ કે હિન્દુ એટલે કોણ… અને હિન્દુત્વવાદી એટલે કોણ…! પણ હમણાં હમણાં રાજકિય હિત ખાતર મંદિર…મંદિર…ની મુલાકાતો લેનાર અને અમેઠીમાં હારનાર હિન્દુસ્તાનના લોકોને હિન્દુ અને હિન્દુત્વવાદીનો ભેદ સમજાવે તો ભલે કોઇ જાહેરમાં હસવાનું ટાળે…પણ મનમાં તો ચોક્કસ બોલે કે કોંગ્રેસ અને હિન્દુ…?! રાહુલને તેમના સલાહકારો અને સાથીઓએ, દુશ્મન ન કરે દોસ્ત ને વો કામ કિયા હૈ. ! બિચારા વર્ષમાં બે-ચાર વાર હરવા અને ફરવા ઇટાલી જતા હતા તે એ પણ હવે…!

હિન્દુત્વનો મુદ્દો લોકોના ઘર સુધી લઇ જવા માટે ભાજપને-સંઘને વર્ષોના વર્ષો લાગ્યા…અને કોંગ્રેસના ભાઇ-બહેન કોઇ ટીવી ચેનલમાં ફટાફટ બતાવાતા ફટાપટ ન્યૂઝની જેમ જયપુર અને અમેઠી બાદ કોઇ બીજા શહેરમાંથી યુપીની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા પાક્કા હિન્દુ થવાના પ્રયાસો કરી રહ્યાં છે તેમાં તેમની સફળતા કે નિષ્ફળતાની ગાથા ગાશે….ના ગાશે કરતાં બોલશે- ઇવીએમ….

 58 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી