ICC ની વિચારણા,ટી-20 વર્લ્ડ કપમાં હવે 20 ટીમો રમશે…

આ વર્ષે ઓસ્ટ્રેલિયા માં ટી-20 વર્લ્ડ કપનુંઆયોજન થવાનું છે. જેના માટે બધી ટીમોએ કમર કસી લીધી છે. આ વખતે ફટાફટ ક્રિકેટની આ ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી શરુ થશે અને 15 નવેમ્બર સુધી ચાલશે. ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. જોકે હવે આઈસીસી ટીમોની સંખ્યાને લઈને મોટો ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે.

એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિ (ICC) 2023-31 સત્રમાં ટી-20 વિશ્વ કપમાં ટીમોની સંખ્યા 16થી વધારીને 20 કરવાની તૈયારી કરી રહી છે. આ સત્રનો પહેલો ટી-20 વિશ્વ કપ 2024માં યોજાશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ICCએ વૈશ્વિક મીડિયા અધિકાર બજારમાં ઉતર્યા પહેલા પ્રત્યેક વર્ષ એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના આયોજનનો પ્રસ્તાવ મૂક્યો છે અને વિશ્વકપમાં વધારે ટીમોની સંખ્યાને લીધે દર્શકોની સંખ્યામાં પણ લાભ થશે.

મોટી સ્પર્ધાનો અર્થ થાય છે કે અમેરિકાનું પ્રતિનિધિત્વ વધી શકે છે, કારણ કે ICC અમેરિકાને વિશાળ બજારના રુપમાં જોઇ રહ્યું છે. આજ કારણોસર ICCએ હાલમાં અહીં ક્રિકેટને પ્રોત્સાહન આપવાના યથાગ પ્રયત્ન કર્યા છે.

નવા ફેરફાર સાથે સંભવત કેનેડા, જર્મની, નેપાળ અને નાઇજીરિયાની ટીમને પણ ક્રિકેટમાં રમવાની તક મળી શકે છે.સમાચાર પત્રના મતે આ મુદ્દા પર 2023-31ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરને લઈને થનાર બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ સત્રનો પ્રથમ ટી-20 વર્લ્ડ કપ 2024માં થશે.

 5 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર