ભુજ : કોન્સ્ટેબલે લગ્નની લાલચ આપી મહિલા કોન્સ્ટેબલ પર આચર્યું દુષ્કર્મ

ભુજ “A”ડિવિઝનમાં પોલીસ કર્મચારી સામે બળાત્કારની ફરિયાદ

કચ્છના પાટનગર ભુજમાં ખાખીને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. પોલીસ કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલને લગ્નની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ થતાં પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.  પશ્ચિમ કચ્છ મહિલા પોલીસે કોન્સ્ટેબલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. 

મહિલા પોલીસ કર્મચારીએ ભુજ “A”ડિવિઝન પોલીસ સ્ટેશનમાં  પોલીસ કર્મચારી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ક્વાર્ટર, ખાવડા પોલીસ લાઈન, અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં બળાત્કાર ગુજાર્યો હતો. લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું બાદમાં બીજા લગ્ન કરી લીધા હતા. પશ્ચિમ કચ્છ ભૂજ A DIVISION પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. 

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી