શ્રીનગરમાં કોન્સ્ટેબલની આતંકીઓએ ગોળી મારીને કરી હત્યા

બટમાલૂ વિસ્તારની એસડી કોલોનીમાં કોન્સ્ટેબલ હત્યા

કાશ્મીરમાં આતંકીઓએ પોલીસના એક કોન્સ્ટેબલની હત્યા કરી દીધી છે. આતંકીઓએ કાશ્મીરના બટમાલૂ વિસ્તારની એસડી કોલોનીમાં પોલીસ કોન્સ્ટેબલ 29 વર્ષીય તૌસીફની ગોળી મારી હત્યા કરી દીધી છે. શનિવારે મોડી સાંજે થયેલા હુમલામાં તૌસીફ ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેને સારવાર માટે શ્રી મહારાજા હરિ સિંહ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા પરંતુ તેમણે જીવ ગુમાવી દીધો હતો. 

હોસ્પિટલના મેડિકલ સુપ્રિડેન્ડેટ ડો. કંવલજીત સિંહે જણાવ્યુ કે તૌસીફના માથામાં ગોળી વાગી હતી અને તેમને જ્યારે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, તેમણે જીવ ગુમાવી દીધો હતો. તૌસીફ બટમાલૂના જ લચ્છમનપોરાના રહેવાસી હતા અને વર્ષ 2019માં પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા. હાલના સમયમાં તૌસીફ પોલીસ કંટ્રોલ રૂમ શ્રીનગરમાં કાર્યરત હતા. 

છેલ્લા લગભગ સવા મહિનાથી ઓછા સમયમાં કાશ્મીરમાં આતંકીઓ દ્વારા નિશાન બનાવીને કરવામાં આવેલી આ 14મી હત્યા છે. આ પહેલા આતંકીઓએ કાશ્મીરમાં રહેતા બિન કાશ્મીરી અને બિન મુસ્લિમોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધુ હતું. પરંતુ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહીમાં આશરે 20 આતંકીઓને ઠાર કરી દીધા હતા. 

આ હત્યાની પાછળ લશ્કરના હિટ સ્કવોડ ટીઆરએફનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આ ઘટના બાદ સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરી આતંકીઓનું સર્ચ શરૂ કરી દીધુ છે. 

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી