September 22, 2020
September 22, 2020

ગ્રાહક સુરક્ષા ધારો-2019 થયો અમલી, 1 કરોડ વળતર જોગવાઈ સામે હવે 10 કરોડ જોગવાઈ

ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. ગ્રાહક સુરક્ષા ધારો 2019 અમલી બન્યો છે. હવે ગેરમાર્ગે દોરનારી જાહેરાતોની ખેર નથી. 34 વર્ષે ભારત સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષા ધારો 1986 બદલાયો છે. ત્યારે નવો આવેલો ધારો હવે ભારત ગ્રાહક સુરક્ષા ધારો -2019 નામથી અમલીકરણ બન્યો છે.

આ મુદે ગ્રાહક સુરક્ષા પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, 34 વર્ષે ગ્રાહક સુરક્ષા ધારો બદલાયેલો છે. નવા કાયદામાં હવે ડિસ્ટિક કમિશનથી ઓળખ મળી છે. ત્યારે ડિસ્ટિક ફોરમ 20 લાખ વળતર જોગવાઈ સામે હવે એક કરોડ જોગવાઈ તેમજ સ્ટેટ કમિશન 1 કરોડ વળતર જોગવાઈ સામે હવે 10 કરોડ જોગવાઈ કરવામાં આવી છે.

મુકેશ પરીખે વધુમાં જણાવ્યું હતુ કે,  ગ્રાહકો જાહેર હિત માટે હોઈકોર્ટ જોગવાઈ સામે હવે ડિસ્ટિક કમિશનર ફરિયાદની માટેની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ આ મહત્વની જોગવાઈ પ્રમાણે હવે કાયદામાં પ્રોડક્ટ લઈને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી ઉંચા દાવા કરતી પ્રોડક્ટ સામે કેસની જોગવાઈ કરવામાં આવી છે. અને ભેળસેળ સામે અને આરોગ્યની સુરક્ષા ખોરવાઈ છે. તેવી હાનિકારક ચીજવસ્તુઓને વેચાણ સામે દંડ અને સજાની સાથે કાયદો અમલીકરણ બન્યો છે.

 93 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર