કિવીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

કિવી ખાવાથી મળે છે આ ગજબ ફાયદા

કિવીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કીવીમાં એક નહીં પણ ભરપૂર ગુણ હોય છે જેમ કે, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામીન સી અને ઈ, ફાઈબર એન્ટી ઓક્સીડન્ટ તેમજ એન્ટી હાઈપરટેન્સિવ ગુણોથી ભરેલા છે જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. હૃદયની તંદુરસ્તીથી લઈને સારી ઊંઘ સુધી દરરોજ એક કીવી ખાઓ.

કીવીનું સેવન હાર્ટને પણ સ્વસ્થ રાખે છે. તેમાં હાજર પોટેશિયમ હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. સાથે જ ફાઈબર અને વિટામિન્સની માત્રા ધમનીઓને મજબૂત રાખે છે.

ડેન્ગ્યુમાં લાભકારક
કીવીમાં રહેલા વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ, ફાઈબર અને પોટેશિયમ જેવા તત્વો અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે. ડેન્ગ્યુ તાવને કારણે, લોહીના પ્લેટલેટ્સની સંખ્યા ખૂબ જ ઝડપથી ઘટવા લાગે છે. કીવીનું સેવન પ્લેટલેટ્સને ઘટતા અટકાવવામાં મદદ કરે છે.

પ્રેગનેન્સીમાં
પ્રેગનેન્સીમાં કીવીનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે. કિવીમાં હાજર ફોલેટ બાળકના મગજના વિકાસ માટે જરૂરી છે. સગર્ભાવસ્થા પહેલા અને દરમિયાન કીવીનું સેવન કરવાથી ન્યુરલ ટ્યુબની ખામીઓથી બચાવ થાય છે. તે ઇમ્યુનિટી પણ વધારે છે.

સારી ઉંઘ માટે
જો તમને રાત્રે ઊંઘ આવવામાં તકલીફ થતી હોય તો કીવી ખાવાથી તમને ફાયદો થશે. કીવીમાં સેરોટોનિન હોય છે જે હેપ્પી હોર્મોનને વધારે છે. સારી ઊંઘ માટે એ જરૂરી છે કે તમે રાત્રે સૂવાના ઓછામાં ઓછા એક કલાક પહેલા કીવીનું સેવન કરો.

સ્વસ્થ રોશની માટે
આંખોને સ્વસ્થ રાખવા માટે કીવી ખૂબ ઉપયોગી છે. કીવીમાં લ્યૂટિન નામનું પોષક તત્વ હોય છે જે આંખોને સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી