બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત હુમલા, 20 ઘર સળગાવી દીધા

દુર્ગાપૂજાનાં દિવસથી શરૂ થયેલી હિંસા બંધ થવાનું નામ નથી લેતી

બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક હિંસાના કેસ વધી રહ્યા છે. પૂર્વ ભારતમાં હિન્દુઓના મુખ્ય તહેવાર ગણાતા દુર્ગા પૂજા પર એટલે કે 13 ઓક્ટોબરે શરૂ થયેલ હિંસા હજુ બંધ થવાનું નામ જ નથી લેતી અને રોજ નાના મોટા છમકલાઓ ચાલુ જ છે.

બાંગ્લાદેશના કોમિલ્લામાં દુર્ગા પૂજાના પંડાલોમાં હુમલા બાદ રવિવારે રંગપુરનાં ઉપજીલ્લા એવા પીરગંજ ખાતે હિન્દુઑ ના ઘરોમાં આગ લગાવવાનો મામલો સામે આવ્યો હતો.

બાંગ્લાદેશના એક મીડિયા હાઉસ દ્વારા કવર કરવામાં આવેલ ન્યૂઝ મુજબ આ ઘટના પીરગંજના એક ગામ રામનાથપુર યુનિયનમાં માઝીપારામાં જેલપોટી માં બની હતી. રિપોર્ટ્સ અનુસાર કેટલાક કટ્ટરપંથીઓએ હિન્દુઑના 20 જેટલા ઘરોને સળગાવી દીધા હતા. જો કે સ્થાનીય સંઘ પરિષદના અધ્યક્ષના જણાવ્યા અનુસાર 65 ઘરોને આગ લગાવી દેવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર મામલો સોશ્યલ મીડિયા સાથે જોડાયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું હતું. એક હિન્દુ શખ્સે ફેસબુક પર આપત્તિજનક પોસ્ટ રાખી હોવાથી તણાવ ઊભો થયો હતો.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી