September 21, 2020
September 21, 2020

સુરત મનપાની વિવાદાસ્પદ જાહેરાત, ઈન્ડોર સ્ટેડિયમમાં ગરબા યોજવા બહાર પાડ્યું ટેન્ડર

સુરતમાં હાલ કોરોનાના કારણે સ્થિતિ અંકુશ બહાર છે, તેમ છતાં નવરાત્રિ અંગે સુરત મનપાએ આજે વિવાદાસ્પદ જાહેરાત કરી છે

રાજ્યમાં હાલ કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, તેમ છતાં નવરાત્રિ અંગે મનપાની વિવાદાસ્પદ જાહેરાત કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા રાજ્યના ડોક્ટર્સ એસોસિએશન દ્વારા સરકારની ચીમકી ઉચારવામાં આવી હતી કે જો રાજ્યમાં નવરાત્રિ થઈ તો કોરોના વાયરસનો રાફડો ફાટશે અને તેને અંકુશમાં લેવા નામકિન થઈ જશે. ત્યારબાદ સરકારને ચેતવી પણ હતી કે જો નવરાત્રિ દરમિયાન કોઈ ખેલૈયાઓ કોરોના સંક્રમિત થશે તો અમે તેની સારવાર કરીશું નહીં, તેમ છતાં નિષ્ઠુર તંત્ર પર તેની કોઈ અસર દેખાઈ રહી નથી.

સુરતમાં હાલ કોરોનાના કારણે સ્થિતિ અંકુશ બહાર છે, તેમ છતાં નવરાત્રિ અંગે સુરત મનપાએ આજે વિવાદાસ્પદ જાહેરાત કરી છે. સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં ગરબા યોજવા માટે સુરત મનપા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ વિશે જ્યારે સુરત મનપાને પુછવામાં આવ્યું તો તેમને જણાવ્યું હતું કે છેલ્લા ઘડીએ સરકાર રાજ્યમાં નવરાત્રિ યોજવા પરમિશન આપે તો દોડાદોડી ન થાય તે માટે અમે અત્યારથી તૈયારીઓ આરંભી છે અને ટેન્ડર બહાર પાડી અરજીઓ મંગાવી છે. હવે આ જાહેરાત વચ્ચે કોરોના મહામારી વચ્ચે મેળાવડા અંગે ટેન્ડર બહાર પાડતા લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે.

હાલ લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે કે હાલ સુરતમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ વધી રહ્યું છે તેમ છતાં સુરત મનપાને નવરાત્રિને પડી છે. એક બાજુ કોરોનાનો કહેર અને બીજી બાજુ રાજ્યમાં ગરબા યોજવા અંગે તંત્ર અને સરકાર વચ્ચે અસમંજસની સ્થિતિ હોવાનું દેખાઈ રહ્યું છે.

હાલ સુરત મનપા દ્વારા નવરાત્રી માટે ઈન્ડોર સ્ટેડિયમ ભાડે ફાળવવા પાલિકાએ ઓફર મંગાવી છે. પાલિકાએ ટેન્ડર બહાર પાડીને જણાવ્યું છે કે 1 ઓક્ટોબર સુધી બંધ કવરમાં આયોજકોએ પાલિકા મુખ્ય કચેરીએ ફોર્મ જમા કરાવવાનું રહેશે. ગયા વર્ષે 25 લાખમાં ઈન્ડોર ભાડે અપાયું હતું. છેલ્લી ઘડીએ સરકાર પરમિશન આપે તો દોડાદોડી ન થાય તે માટે પાલિકાએ ઓફર મંગાવી હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

 12 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર