September 19, 2021
September 19, 2021

CM ઠાકરે પર વિવાદિત ટીપ્પણી : નાસિકમાં ભાજપ કાર્યાલય પર પથ્થરમારો

ગુસ્સે ભરાયેલા શિવસેનાના કાર્યકર્તાઓએ કર્યો હંગામો

કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા નારાયણ રાણેએ મહારાષ્ટ્રના સીએમ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને લઈને અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ મહારાષ્ટ્રમાં વિવાદ વધુ વકરી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે સમગ્ર પ્રદેશમાં શિવસેના અને ભાજપના કાર્યકર્તા આમને-સામને આવી ગયા છે. નાસિકમાં ભાજુના કાર્યાલયમાં પથ્થરમારાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શિવસેનાના કાર્યકરો પર પથ્થરમારાનો આરોપ લાગ્યો છે. આ સાથે નાસિક પોલીસે ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે અને વોરન્ટ જારી કર્યું છે.

નોંધનીય છે કે, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે સામે FIR નોંધવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાની વાત કર્યા બાદ રાણેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અને, પોલીસ દ્વારા રાણેની ધરપકડ કરવાની કાર્યવાહી આરંભવામાં આવી છે. નોંધનીય છેકે મુખ્યપ્રધાનને અપશબ્દો કહ્યાં બાદ રાણેની ધરપકડના આદેશ આપવામાં આવ્યા છે. નાસિક પોલીસે નારાયણ રાણેની ધરપકડ કરવા રવાના થઇ છે.

આ સાથે જ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના વિવાદીત નિવેદનને પગલે શિવસેનાના સમર્થકોમાં નારાજગી છવાઇ છે. જેમાં મુંબઇ સહિત અનેક જગ્યાએ શિવસેનાના સમર્થકોએ નારાયણ રાણે વિરૂદ્ધ ઠેરઠેર પોસ્ટર લગાવ્યા છે. આ સાથે નાસિક ખાતે આવેલી ભાજપની ઓફિસ પર શિવસૈનિકો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. તો સાંગલીમાં નારાયણ રાણેના પોસ્ટર પર શિવસૈનિકો દ્વારા કાળી શાહી ફેંકી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના વિવાદાસ્પદ નિવેદન કરવાના કારણે મહારાષ્ટ્રનુ રાજકારણ ગરમાયુ છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વિરુધ્ધ નિવેદન આપવા બદલ નાસિક અને પુણેમાં રાણે સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. શિવસેના દ્વારા નારાયણ રાણેનો વિરોધ કરાઈ રહ્યો છે. રાણેના વિરોધમાં શિવસેનાએ ‘મરઘી ચોર’ના પોસ્ટર લગાવ્યા છે.

શિવસેનાના વિરોધ બાદ મુંબઈમાં નારાયણ રાણેના જુહુ ખાતે આવેલા નિવાસસ્થાનની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવાર 23 ઓગસ્ટે મહાડમાં પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘જો તે ત્યાં હોત તો તેમણે કાનની નીચે થપ્પડ મારી દીધી હોત’. તેમના આ નિવેદન બાદ શિવસેના ખૂબ જ નારાજ છે. સોમવાર 23મી ઓગસ્ટની રાત્રે જ રાણે સામે પ્રથમ એફઆઈઆર નોંધાવવામાં આવી હતી.

 146 ,  1