અમદાવાદ: જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે બોલાચાલી, જાણો વિગત

જમાલપુર જગન્નાથ મંદિરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસ દ્વારા મંદિરની સુરક્ષાને લઈ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. પોલીસે લગાવેલા આ બેરિકેડના કારણે દર્શનાર્થીઓને તકલીફ પડતી હોવાથી ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ બેરિકેડ હટાવી દીધા હતાં.

તે બાદ પોલીસ અને ટ્રસ્ટી વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. મહેન્દ્ર ઝાએ બેરિકેડ જાતે હટાવી દીધા હતા. પોલીસના રિહર્સલને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસના ઉચ્ચ અધિકારી અને ટ્રસ્ટી વચ્ચે મીટિંગ યોજવામાં આવી.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી