ક્રુઝ ડ્રગ્સ પાર્ટીમાં કાશિફ ખાનને લઈને વિવાદ વણસ્યો..

નવાબ મલિકે વાનખેડે પર કર્યા આકરા પ્રહાર

નવાબ મલિકે બુધવારે NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી દરમિયાન દાઢીવાળો વ્યક્તિ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી સતત આ સવાલો ઉઠી રહ્યા હતા કે, આ દાઢીવાળો માણસ કોણ છે? ત્યારે આજે નવાબ મલિકે ખુલાસો કર્યો છે કે તે દાઢીવાળો કોણ હતો.

નવાબ મલિકે કહ્યું કે મારો સવાલ એ છે કે દાઢીવાળો કોણ હતો? આ દાઢીવાળા ફેશન ટીવીના ઈન્ડિયા હેડ કાશિફ ખાન છે. તે ફેશનના નામે પોર્નોગ્રાફી, ડ્રગ્સ, સેક્સ રેકેટનો ધંધો કરે છે. સમીર વાનખેડે સાથે તેના સંબંધો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, સમીર વાનખેડેએ કાશિફ ખાન પર ઘણી વખત દરોડા અટકાવ્યા હતા.

એનસીપી નેતાએ વધુમાં કહ્યું કે, સમીર વાનખેડેના (Sameer Wankhede) પરિવારે મુખ્યપ્રધાન ઉદ્વવ ઠાકરેને પત્ર લખ્યો છે કે તેઓ મરાઠી છે અને મરાઠી સીએમ હોવાને કારણે તેમની મદદ કરવી જોઈએ. મારો પરિવાર છેલ્લા 70 વર્ષથી આ શહેરમાં રહે છે. મારો જન્મ 1959માં થયો હતો, ત્યારથી હું આ શહેરનો નાગરિક છું.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી