જયેશ રાદડિયાના વાયરલ વીડિયોથી વિવાદ, રાજકીય માહોલ ગરમાયો

ભારતીય કિસાન સંઘના પ્રમુખે ખેડૂતોને દબાવવાનો આરોપ લગાવ્યો

રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ચૂંટણી પહેલા જયેશ રાદડિયાનો ખેડૂતો સાથેની વાતચીતનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતાની સાથે રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના અગ્રણી જયેશ રાદડિયા વીડિયોમાં જણાવી રહ્યા છે કે, 2 મહિના પછી પણ મારે જાણવું હોય કે, વોટ ક્યાં ગયો છે તો હું જાણી શકું છું.

જયેશ રાદડિયાના આ નિવેદનને લઈ વિવાદ સર્જાયો છે. ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જયેશ રાદડિયા પર ખેડૂતોને દબાવવાનો આરોપ લગાવ્યો છે. ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ કહ્યું કે, જયેશ રાદડિયાને મતની ગુપ્તતાનો ખ્યાલ હોવો જોઇએ. ખેડૂતોને ધાકધમકી આપવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, સૌરાષ્ટ્રની સૌથી મોટા બેડી માર્કેટ યાર્ડમાં સંઘની 2 અને વેપારીની 4 મળીને કુલ 16 બેઠકો પૈકી સંઘની 2 બેઠક બાદ કરતા તમામ બેઠકો પર ચૂંટણી થવાની છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 22 ઉમેદવારો અને વેપારીની 4 બેઠક માટે 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાવાની છે.

માર્કેટયાર્ડની ચૂંટણીને લઈ ભાજપનો દાવો છે કે, આગામી 5 ઓક્ટોબરના રોજ યોજાનાર ચૂંટણીમાં વેપારી બેઠકને બાદ કરતા તમામ 10 બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. ત્યારે ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું કે, ખેડૂત પેનલ ચૂંટણી અધિકારી સમક્ષ આ વાયરલ વીડિયોને લઈને રજૂઆત કરશે. સત્તાધારી પક્ષ ચૂંટણીમાં હારી જાય તેમ છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી